A home made pappy rap song LOCKDOWN21 to make ppl aware in a funny manner … all r at home so let have some informative entertainment by Arvind vegda.. Written by Chandresh Makwana ( Naraj) Music by Parth Barot & Yash Barot , Video Editior : Vivek Hetal thakkar , Produced by Arvind vegda & Hetal Thakkar
Lyrics
છટકેલી ખોપડીઓ ગાડા નહી થાવાનું
ઉપર જાવા કરતા ઘરમાં રહી જાવાનું
ટેન્શન છોડી દારૂ સિગારેટને માવાનું
બૈરું આપે એ ખાઈ ચૂપચાપ સુઈ જાવાનું
ગમે ત્યા થુકીને ગટર નહીં કરવાની
આદત પાડી દે જો છિકોથી ડરવાની
ગલી બોઈ માફ નહિ ગમે ત્યાં ઘૂસવાનું
બંધ કરી દેજો નાક બાયેથી લૂછવાનું
આંખો મીચીને નહી ગમ્મે ત્યાં અડવાનું
ડંડો ઝાલી ને નહી સીડી પર ચડવાનું
કઈ પણ ના કામ હો તો મચ્છર માર્યા કરજો
ઝાડુ પોતું કરી પાણી ભર્યા કરજો
ડન્ડા ખાવા કરતા બગાસાં ખાવાના
ડબલુ વગાડીને ભજનિયા ગાવાના
બચ્ચનની એડ જોઈ હાથ બેઉ ધોવાના
નહીતર આવી જાશે દાડાઓ રોવાના
સિંહ સિંહ કરનારા બકરી થઈ બેઠા છે
ઉંદરડા જેમ ઊંડા દરમાં જઈ પેઠા છે
લસણ ફોલે છે સૌ માડી ના લાલ
કૈકના તો સુજી ગ્યા ઠપ્પડથી ગાલ
આઈ કાર્ડ માગીને થાશે ના કોરોના
મિનિસ્ટર હો કે પછી ડોક્ટરો હો ઢોરોના
પડે કોરોનાની કુલા પર લાત
એ માટે યાદ રાખજો આ બધી વાત
સાંભળજો ગંભીરતા રાખીને ભાઈ
નહિતર ઉપરની જશે ટિકિટ કપાઈ
થઇ જશે તમારી ફિસ ફીસ ફીસ તાઈ
દુનિયા પણ કહી દેશે ટાટા બાઈ બાઈ