નર્મદા જિલ્લાનું વધુ એક પ્રાર્થના ઘર તોડી પડાતા વિવાદ
સાગબારા તાલુકાના રાણીપુર ગામનું પ્રાર્થના તોડી પડાતા સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત ના પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન
રાજપીપલા, તા.23
નર્મદા જિલ્લામા ખ્રિસ્તી સમાજના પ્રાર્થના ઘરને તોડી પાડવાના મામલે ખ્રિસ્તી સમાજના લોકોમાં નારાજગી જોવા મળી છે. અગાઉ સાબૂટી ગામનું પણ પ્રાર્થનાઘર તોડી પાડવામાં આવ્યું હતું. હવે વધુ એક પ્રાર્થના ઘર તોડી પડાતા વિવાદ સર્જાયો છે.જેમાં સાગબારા તાલુકાના રાણીપુર ગામનું પ્રાર્થના તોડી પડાતા સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત નર્મદા સમિતી ના પ્રમુખ અમરસિંહ નામીયાભાઈ વસાવા દ્વારા રાજપીપલા ખાતે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે
અમો ગુજરાતના ખ્રિસ્તી સમુદાયના લોકો શરૂઆતથી જ ખૂબજ શાંતિપ્રિય
પ્રેમી દયાળુ તેમજ સહનશીલ અને સેવાભાવી લોકો છીએ.આપણા ભારત દેશનાં
વિકાસમાં અમારો ખૂબ જ અગત્યનો ફાળો રહયો છે.અમોએ ખ્રિસ્તી ધર્મના ધર્મગુરૂ તેમજ
સમાજ સંચાલિત ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલો સમાજના ઉત્થાનનીસંસ્થાઓ દ્વારા દેશને આગળ વધારવામાં તેમજ તેનો વિકાસ કરવામાં અમે ખૂબજ મહેનતકરીએ છીએ.હાલમાં
સાગબારા તાલુકાના રાણીપુર ગામે ખ્રિસ્તી સમાજનાં લોકો દ્વારા પંચાયતની મંજુરી લઇ
પ્રાર્થનાનું ઘર બનાવેલ છે. જેમાં લોકો ભેગા મળી પ્રાર્થના કરી સમાજમાં શિક્ષણ તેમજ
સંરકાર મળી રહે તેમજ સમાજમાં કેટલાક પ્રકારની કુટેવો જેમકે. વ્યસન મુકિત,
અંધશ્રધ્ધા, જેવી સામાજીક બદીઓમાંથી બહાર લાવવા માટે જાગૃતિ શિક્ષણ વગરે
આપવામાં આવે છે. આસપાસના ઘણા લોકોને પણ તેનો લાભ મળી શકે.એવા શુભઆશયથી સરસ હોલ બાધવામાં આવેલ છે.ત્યારે આજ ગામનાંકેટલાક વિધન સંતોષીઓએ આ
પ્રર્થનાનું ઘર તોડી પાડવા માટેની તજવીજ કરીને ખોટી ભ્રામક જાહેરાતો કરી જીલ્લા તથાતાલુકા કક્ષાએ ખોટી રજુઆતો કરેલ છે. અને તેને તોડી પાડીને તેમનો અહમ સંતોષવાનો
પ્રયત્ન કરેલ છે.જેનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે
અગાઉ પણ સાબુટી ગામમાં બનાવેલ પ્રાર્થના ઘર(દેવળ) પણતા. ૧૬/૦૬/૨૦૨ ૧ ના રોજ જન જાતિ સુરક્ષા મંચના લોકોએ પ્રાર્થના ઘરને (દેવળ)ને
તોડી નાખેલ છે.ત્યારે અમારા ખ્રિસ્તી લોકોને કોઇ પણ
પ્રકારની કનડગત ના કરે,અને
અમારી અરજી ધ્યાને લઇ ઘટતું કરવા આવેદન દ્વારા રજુઆતો કરી હતી
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા