*સુરત: હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે મહિલાઓના કપડાં ઉતરાવાયા*

સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં મહિલા કર્મીઓને સાથે ઉભી રાખી નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યા. મહિલાઓને કાયમી કરવા માટે હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે. હોસ્પિટલના તંત્રની કરતૂતના કારણે હોસ્પિટલનું તંત્ર ફરીવાર વિવાદમાં આવ્યુ છે. આક્ષેપ મુજબ મહિલા ડોક્ટર્સે મહિલા કર્મચારીઓને 10-10ના જૂથમાં એક ઓરડામાં નિર્વસ્ત્ર કરીને ફિઝિકટ ટેસ્ટની સાથે પ્રેગનન્સી ટેસ્ટ પણ કર્યા અને અંગત પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ચોંકાવનારી વાત એ છે કે અપરિણીત મહિલાઓને પણ પ્રેગ્નન્સી અંગે પ્રશ્નો પૂછાયા છે. 100 મહિલાઓના આ રીટે ટેસ્ટ લેવાયા હોવાની ચર્ચાઓ છે.