*50 -70 લાખ અને હવે 1 કરોડ દિન પ્રતિદિન અમદાવાદની વસતિમાં વધારો કરતા ટ્રમ્પ*

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવા માટે ઉત્સુક છે. જેનો દર બે ત્રણ દિવસે પોતાના ભાષણમાં તેઓ ઉલ્લેખ કરતાં રહે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એવો દાવો કર્યો છે કે, અમદાવાદ જશે તો લગભગ એક કરોડ જેટલા લોકો તેમનું સ્વાગત કરશે. જો કે આ પહેલી વખત નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલા પણ 50 લાખ અને 70 લાખ લોકો તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરશે તેવી વાતો ઉચ્ચારી ચૂક્યા છે. પણ આ વચ્ચે સત્યતા એ છે કે અમદાવાદની કુલ વસતિ 64 લાખ છે.