રાજપીપલા,તા.24
માંગરોલ નર્મદા તટે રવિવારના દિવસે 25 હજારથી વધુ
નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટ્યાહતા.નાવડીમાં બેસવા પડાપડી,ધક્કામુક્કી અને અફરાતફરીનો માહોલસર્જાયો હતી. જેને કાબુમાં લેવા
પોલીસને બોલાવવી પડીહતી.
અહીં પૂરતી સુવિધાના અભાવે 5થી 7 હજાર લોકોઆજે પરિક્રમા કર્યા વગર જ પાછા ફર્યા હતા.વધતી જતી જનમેદની સામેપૂરતી વ્યવસ્થા કરવા માં જિલ્લા પ્રશાસન તંત્ર ઉણું ઉતર્યુંછે ત્યારે તેની સામે
સેવાભાવિ સંસ્થા દ્વારા સેવાની સરવાણી વહી રહી છે.
ઘેટાં બકરાની જેમ નાવડીમાં
નાવડી ઉંધી વળે કે કોઈ ડૂબી જાય તો મોટી સંખ્યામાં લોકોને બચાવવાં પૂરતા લાઈફ જેકેટ પણ નથી કે તરવૈયાની કોઈ ટુકડી પણ નથી!આમ નર્મદા પરિક્રમા હાલ રામ ભરોશે ચાલી રહી છે.
ચૈત્ર માસમાં ૧લી એપ્રિલથી ગુજરાતમાં આવેલી એકમાત્ર
પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ
નર્મદાતટ માંગરોળ ખાતેથી થયો છેઆ પરિક્રમા 21 કિ.મી.નીઅને ૩૧ દિવસ સુધી ચાલવાની છે. અહીં રોજેરોજ પરિક્રમા કરનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. શનિવાર સુધીમાં ૫૦ હજારથી વધુ ભક્તો ઉમટી ચુક્યા છે.પણ આજે રવિવારનોરજાનો દિવસ હોવાથી આજે રવિવારે સૌથી વધુ સંખ્યામાં પરિક્રમાવાસીઓ નો માનવ મહેરામણ ઉમટયો હતો.આજે રવિવારે એક જ દિવસમાં 25 હજારથી વધુ પરિક્રમાવાસીઓની ભારે ભીડ જામી હતી.
40ડિગ્રી ધોમ ધખતા તાપમા પણ ભક્તોમાં અગાધ આસ્થાના દર્શન થતાં હતા. જોકેહજારોની જન મેદની ઉમટી હોવાથી નાવડી ઓછી હોવાથી નાવડીમાં બેસવા માટે ધક્કામુક્કી અને પડાપડી થતી જોવા મળી હતી. અહીં કોઈ સ્વયં સેવકો ન હોવાથી અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિને કાબુ માં લેવા પોલીસને બોલાવવી પડી હતી.પત્રકાર દીપકભાઈ જગતાપને ભક્તોએ જાણ કરતા દીપકભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.જેમાં નાયબ પોલીસ વડા મોદી અને પીએસઆઇ કે કે પાઠક ની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.
અહીં સવારથી જ લાંબી લાંબી કતારોમાં પરિક્રમાવાસીઓ ઊભેલા જોવા મળતા હતા.તેમને ભારે પરેશાની ભોગવવી પડી હતી. નાવડીમાં ચડવા જતા લોકો પાણીમાં પડ્યા હતા. ધક્કામુક્કીમાં પડવા વાગવાના બનાવો પણ બન્યા હતા.
અહીં રહેવા, જમવા તથા અન્ય જરૂરી પૂરતી સુવિધા નહોવાથી 5થી 7 હજારની પબ્લિક પરિક્રમા કર્યા વગર જ પાછા જવાનો વારો આવ્યો હતો. નાવડીની સંખ્યા ઓછી હોવાથી આ સમસ્યા સર્જાઈ હતી.નાવડીની સંખ્યા ઓછી હોવાથી ઘેટાં બકરાની જેમ ખીચોખીચ ભરેલી નાવડીમાં પણ ધક્કામુક્કીના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નાવડી ઉંધી વળે કે કોઈ ડૂબી જાય તો મોટી સંખ્યામાં લોકોને બચાવવાં પૂરતા લાઈફ જેકેટ પણ નથી કે તરવૈયાની કોઈ ટુકડી પણ નથી કે કોઈ દુર્ઘટના ઘટે તો 108કે મેડિકલની પણ કોઈ સારી સુવિધાઓ નથી.લોકો ગરમીમાં બેભાન થવાના ચક્કર આવવવાના કિસ્સા બને તે માટે મેડિકલ સુવિધા ના અભાવે કઈ થાય તો જવાબદારી કોની?કાયમી પૂરતો પોલીસ બન્દોબસ્ત પણ નથી.
બધુ રામ ભરોશે ચાલી રહ્યું છે.આજે 25,000ની જન મેદની ઉમટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસની ટીમ પહોંચી હતી અને પરિસ્થિતિને સંભાળી હતી
આટલી મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે પ્રવાસીઓ વધ્યા છે ત્યારે અહીં ખાસ વ્યવસ્થા નથી. મોટી સંખ્યા માટે ખાવા-પીવા રહેવા-જમવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. ના
વડીઓની સંખ્યા પણ ઓછી છે.ઉત્તરોત્તર વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈનેપૂરતી વ્યવસ્થા કરવામાં પ્રશાશન તંત્ર ઉણું ઉતર્યું છે.
માંગરોળ સુધી આવવા જવા માટે બસો ની સંખ્યા પણ વધારવામાં આવે તેવી પણ માંગ છે. ખાનગી વાહનો લઈને આવતા વાહનોની પાર્કિંગ સમસ્યા પણ ઉભી થઈ છે. આડેધડ પાર્કિંગ થાય છે.તેમજ ૪૦ ડિગ્રી તાપમાન પરિક્રમા માર્ગમાં વનવિભાગ દ્વારા કુટિરો, છત્રીઓ, બેસવા માટે વધુ બાંકડાઓ અને વિસામો મૂકે તે જરૂરી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત છાશ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને આવી વ્યવસ્થાઓને સાધનો પણ ટાંચા પડે છે ત્યારે પ્રશાસન દ્વારા આવી વ્યવસ્થાઓ કરાય તેવી પણ માંગ છે.
જોકે વર્ષ માં એક વાર તે પણ માત્ર એક મહિના માટે પરિક્રમા કરવા માટે હજારો પરિક્રમા કરવા આવે છે તેમના માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ નથી જે કોઈ વ્યવસ્થા થાય છે તે માંગરોળ ગ્રામ જનો તથા સેવાભાવિ સંસ્થાઓ અને સેવાભાવિ વ્યક્તિઓ પોતાના ખર્ચે વિના મુલ્યે ચા. નાસ્તા, છાસ, લીંબુ શરબત, ભોજનની વ્યવસ્થા કરે છે એમાં સરકારી પ્રશાશન તંત્ર નિષ્ક્રિય અને ઊંઘતું ઝડપાયું છે. અહીં સારો પાકો રસ્તો પણ તંત્ર બનાવી શકી નથી. ત્યારે જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ સેવા અને પુણ્યના કામમાં સુવિધાઓ માટે આગળ આવે એવી ભક્તોની માંગ છે.
બાઈટ :1:પરિક્રમા વાસી, સુરત
બાઈટ :2:સ્વામિ સદાનંદ મહારાજ,
બાઈટ :3: સેવાભાવી સેવક
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા