*ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળ્યા*

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા. ઠાકરે પિતા-પુત્રની પીએમ સાથેની મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત બતાવાઇ રહી છે.