*સોનિયા-રાહુલની નાગરિકતા જશે*

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા ટૂંક સમયમાં જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હૈદરાબાદ યુનિવર્સિટીમાં આયોજિત ‘CAA- એક સમકાલીન રાજનીતિ સે પરે ઐતિહાસિક અનિવાર્યતા’ પર લેક્ચર આપતાં તેમણે કહ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધીની ફાઇલ ગૃહપ્રધાન અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં કોંગ્રેસના આ દિગ્ગજો તેમની નાગરિકતા ગુમાવી દેશે. ભારતીય સંવિધાનનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે જે લોકો ભારતમાં રહેવા છતાં બીજા દેશોની નાગરિકતા ધરાવે છે, તેમની નાગરિકતા ઓટોમેટિક પૂરી થઈ જશે.