*ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતાં ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય*
અમદાવાદ: પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટ તથા તમાકુની બનાવટનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ એસ.ઓ.જી. શાખાના પીઆઇ ડી.એન.પટેલ ને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન મુજબ બોપલ જીમ ખાના રોડ, આર્યન ગ્લોરીયાની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં માય ડીલક્ષ પાન પાર્લરમાં ચિત્રાત્મક ચેતવણી/લખાણ વગરની સિગારેટ ગેરકાયદેસર વેચાણ થતુ હોવાની માહીતી આ. પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિહ સુરેન્દ્રસિહ ચુડાસમાને ખાનગી રાહે મળતા ચોક્કસ બાતમી હકીકત આધારે જગ્યાએ તપાસ તજવીજ કરતા આરોપી મલ્હાર શૈલેષકુમાર દવે રહે-૧૦૬, વૈદ શેરી, સીટી સર્વેની ઓફીસની સામે સરખેજ અમદાવાદ વાળો જુદી-જુદી ૦૭ બ્રાન્ડની વિદેશી બનાવટની સીગારેટો તથા તમામ બ્રાન્ડના મળી કુલ-૭૧/- પેકેટો ની કિ.રૂ.-૧૦,૮૪૦/- ના મળી આવતા એસઓજી દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીને બોપલ પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરવામા આવી હતી.