લોકડાઉનની સ્થિતીમાં ગાંધીનગરમાં ૧૫૦થી વધુ લોકોને ટીફીન સુવિધી પુરી પાડી રહેલા યુવાનો –    સામાજિક કાર્યકર્તા અને સાહસિક યુવક સત્યદીપસિંહ પરમાર અને સાથી મિત્રો દ્વારા દરરોજ સવાર સાંજ ટીફીન સેવા આપાય છે  

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા)
કોરોના મહામારીના સંક્રમણની કપરી પરિસ્થિતિ વચ્ચે જ્યારે દેશવ્યાપી “લોકડાઉન” ચાલી રહ્યું છે ત્યારે અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ નિઃસ્વાર્થ ભાવે જનસેવામાં અવિરત કાર્યરત રહીને નિઃશુલ્ક રીતે ભોજનસેવા પ્રદાન કરી રહ્યા છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ગાંધીનગર મુકામે બહારથી આવેલ વિદ્યાર્થીઓ, નોકરી કરતા વ્યક્તિઓ અને અન્ય નાગરિકો કે જેઓ ભોજન બનાવવા અને મેળવવામાં અસમર્થ છે તેવા વિદ્યાર્થીઓ તથા વ્યક્તિઓને સમયસર ભોજન મળી રહે તેવા  સેવાભાવના હેતુ સાથે સામાજિક કાર્યકર્તા અને સાહસિક યુવક સત્યદીપસિંહ પરમાર અને તેમના સાથી મિત્રો દ્વારા દરરોજ સવાર સાંજ ૧૫૦ થી વધુ ટીફીનની સુવિધા પ્રદાન કરી સેવાનું આ કાર્ય ઉમદા કરવામાં આવે છે.  યુવાનો દ્વારા કરવામાં આવી રહીલે સેવા યજ્ઞની અનેક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.