રાજપીપળા કાપડ મર્ચન્ટ એસોસિએશન રેલવે સહિતના વિકાસ બાબતે સાંસદ અને કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રાજવી નગરી રાજપીપળામાં થોડા પ્રોજેક્ટ આવે તો વેપાર રોજગારનો પણ વધારો થઈ રાજપીપળા ટુરિઝમ ક્ષેત્રે વિકાસ પામે તો રાજપીપળાનો વિકાસ થશે.

સ્ટેચ્યુની આડમાં રાજપીપળાનો વિકાસ રૂંધાયો,

રાજપીપળા, તા.16

રાજપીપળા કાપડ મર્ચન્ટ એસોસિએશન રેલવે સહિતના વિકાસ બાબતે સાંસદ અને કલેકટરને રાજપીપળા ખાતે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. એમાં જણાવ્યું છે, કે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા હાલ વિકાસથી વંચિત હોવાથી તેમજ રાજપીપળા થી અંકલેશ્વર સુધી ચાલતી ટ્રેન રેલવે વિભાગને ખોટ જતી હોવાથી કાયમી ધોરણે બંધ કરી દેવાનો નિર્ણય કરેલ છે. પણ જો આ જ ટ્રેનને અંકલેશ્વર સુધી ઝડપથી દોડાવવામાં આવે તો મુસાફર તેમ જ વેપારી વર્ગ માટે ખૂબ જ સરળતા પડી રહે હાલમાં આ ટ્રેન 3 થી 4 કલાકે અંકલેશ્વર પહોંચાડે છે. જેને બંધ ન કરી ઝડપી કરવામાં આવે તેમજ આ રેલ્વેને રાજપીપળા થી વાયા કેવડિયા થી વડોદરા સુધી લંબાવાઈ તો અંકલેશ્વર સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા જવાબ તેમજ રાજપીપળા થી વડોદરા આવન-જાવન કરવા ખૂબ જ સરળતા રહે તેમજ કેવડિયા થી મુંબઈ જનારી ટ્રેન પણ વાયા રાજપીપળા થઈ મુંબઈ જવા માટે ચાલુ કરવામાં આવે તો સરળતા રહે, જો આ રીતની રેલવેની વ્યવસ્થા કરવામાં આવે તો રાજપીપળાના વેપારીઓને વેપારમાં પણ ફાયદો થશે.

હાલ રાજપીપળામાં વેપાર ધંધા ખૂબ જ પડી ભાંગ્યા છે, તે માટે કેવડીયાની જેમ રાજવી નગરી રાજપીપળામાં પણ થોડા પ્રોજેક્ટો આવે તો હાલ જે રાજપીપળા બાઇપાસ થઈને કેવડીયા જતાં પ્રવાસીઓ રાજપીપળામાં આવે તો અમારા વેપાર રોજગારનો પણ વધારો થાય વધુમાં રાજપીપળા તેમજ તેની આજુ-બાજુના વિસ્તારોમાં કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ આવેલ નથી.તો રાજપીપળામાં ટુરિઝમ ક્ષેત્રે વિકાસ પામે તો જ રાજપીપળાના વેપારીઓ તેમ જ જનતાને ફાયદાકારક નીવડે તેવી રજૂઆત કરાઇ હતી.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા