નર્મદામા ભારે વરસાદ મા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા
દેડિયાપાડા તાલુકાના મોટીકોરવાઇ ગામે એક અને કહાલપુર ગામે 3મળી કૂલ ચાર જણાને ગંભીર ઇજા
તમામ અસરગ્રસ્તોને એબ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર અર્થે સી.એચ.સી.દેડીયાપાડા ખાતે ખસેડાયા
રાજપીપલા, તા.12
નર્મદામા ભારે વરસાદમા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા થવા પામી છે. જેમાં દેડિયાપાડા તાલુકાના મોટીકોરવાઇ ગામે એક અને કહાલપુર ગામે 3મળી કૂલ ચાર જણાને ગંભીર ઇજાથવા પામી છે.તમામ અસરગ્રસ્તોને એબ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર અર્થે સી.એચ.સી.દેડીયાપાડા ખાતે ખસેડાયા છે
જેમાં તા.૧૦/૦૭/૨૦૨૧ ના રોજ સાંજના 7.15 કલાકની આસપાસ ગાવીજ સાથે વરસાદ ચાલુ
હતો આ ચાલુ વરસાદે આકાશી વિજળી પડવાથી ૪ વ્યક્તિઓને સામાન્ય શારીરિક ઇજા થઈ હતી . આ ઇજા પામનાર
અસરગ્રસ્તોને સરકારી એબ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર અર્થે સી.એચ.સી.દેડીયાપાડા ખાતે લાવવામાં આવ્યા હતા અને
સારવાર બાદ તેમના પરત મોકલવામાં આવેલ છે. ઇજા પામનાર વ્યક્તિઓમા
૧ પ્રકાશભાઇ રૂપસિંગભાઇરહે
મોટી કોરવાઇ.૨)રેખાબેન પ્રકાશભાઈ,૩)પુષ્પાબેનશૈલેષભાઇ,૪)
હંસાબેન પ્રતાપભાઇ
રહે કહાલપુર)ને ઇજા થતાં આ અંગે ડેડીયાપાડા મામલતદારે રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા