વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.

*વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.*

જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.