નર્મદા કોંગ્રેસ ભાજપ સામેવિરોધ કાર્યક્રમો યોજી પ્રજા વચ્ચે જશે

નર્મદા જિલ્લામાં 2થી 9ઓગસ્ટ દરમ્યાન ભાજપ, કોંગ્રેસના સમાંતર કાર્યક્રમો

નર્મદા કોંગ્રેસ ભાજપ સામેવિરોધ કાર્યક્રમો યોજી પ્રજા વચ્ચે જશે

રાજપીપલા, તા 5

ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સુશાસનના
પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે તેની સમાંતર નર્મદા નર્મદા કોંગ્રેસપણ સામે વિરોધના કાર્યકમો યોજી રહી છે.

જે મુજબ “પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ,સૌનો વિકાસના” અંતર્ગત આગામી તા.૧ લી ઓગષ્ટે “જ્ઞાનશક્તિ દિન“ અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરી શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયત્નો કરાશે. તેજ રીતે તા.૨ જી ઓગષ્ટે સેવા સેતૂ કાર્યક્રમોના આયોજન થકી “સંવેદના દિન” અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે. તા.૪ થી ઓગષ્ટે મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી “મહિલા સશક્તિકરણ દિન” નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે. તા.૫ મી ઓગષ્ટે કિસાન સૂર્યોદય યોજના-સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને “ધરતીપુત્ર સન્માન દિન” ના કાર્યક્રમો કરાશે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો થકી તા.૬ ઓગષ્ટે “યુવા શક્તિ દિન” અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યક્રમો યોજાશે. તા.૭ મી ઓગષ્ટે “ગરીબ ઉત્કર્ષ દિન” અંતર્ગત વિકાસની ચાલી રહેલી અવિરત પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઇ જવાશે. તા.૮ મી ઓગષ્ટે “શહેરી જન સુખાકારી દિન” અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તે જ રીતે તા.૯ મી ઓગષ્ટે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે.

જયારે નર્મદા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ ના જણાવ્યા અનુસાર ૨જી ઓગસ્ટના રોજ તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા એપીએમસી તી લકવાડા ખાતે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે.જયારે ત્રીજી ઓગસ્ટના રોજ ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દિવ્યા ડેડીયાપાડા પ કોંગ્રેસ કાર્યાલય ખાતે સંવેદનશીલ સરકાર આરોગ્ય બચાવો અભિયાન નો કાર્યક્રમ યોજેલ છે. ચોથી ઓગસ્ટે શાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાગબારા ચોકડી ખાતે અન્ન અધિકાર અભિયાન નો કાર્યક્રમ યોજાશે. જ્યારે પાંચમી ઓગસ્ટે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આંબેડકર સર્કલ કેવડિયા કોલોની ખાતે મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ યોજાશે. જ્યારે છઠ્ઠી ઓગસ્ટે ડેડીયાપાડા અને નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત ખેતી અભિયાન, બેરોજગાર હટાવો અભિયાન કાર્યક્રમતેમજ તથા ૭મીઓગસ્ટ ના રોજ સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ કોને વિકાસ ખોજ અભિયાન અને8મી ઓગસ્ટના રોજ તિલકવાડા તાલુકા કોંગ્રેસ અભિયાન દ્વારા જન અધિકાર અભિયાન અને નવમી ઓગસ્ટના રોજ ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેવડીયાકોલોની હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ યોજાશે

આમ નર્મદા જિલ્લામાં 9 ઓગસ્ટ સુધી ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી એકબીજાની સામે સમાંતર કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે ત્યારે આમ પ્રજા ઉપર તેની સીધી અસર પડે છે. તે હવે જોવું રહ્યું

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા