સમાજમાં સૌથી વધુ મૂલ્યનિષ્ઠ
વ્યવસાય શિક્ષણ છે
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતીક સમિતિ ધ્વારા આજે ‘ટીચર્સ ડે’ નું સેલીબ્રેશન થયુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસર્સ બનીને વિવિધ વર્ગોમાં શૈક્ષણીક કાર્ય કર્યું હતુ. એસ.વાય તથા ટી.વાય બીકોમના ૨૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. લગભગ બધાજ વિદ્યાર્થીઓએ શિક્ષક બનવુ કેટલુ અઘરૂ છે તેની વાત કરી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે સમાજમાં સૌથી વધુ મૂલ્યનિષ્ઠ વ્યવસાય શિક્ષણનો છે. ભારતીય સંસ્કૃતી તથા ભવ્ય વારસામાં શિક્ષકને સૌથી ઉચુ સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતનું ઉજળુ ભાવી વર્ગખંડોમાં છે. શિક્ષક પ્રત્યેનો અહોભાવ તથા અભિગમ અધ્વિતીય છે. ગુરુકુલ પરંપરામાં રાજા જયારે આશ્રમમાં ગુરૂને મળવા જતા ત્યારે રાજાના શસ્ત્રો તથા પગરખા આશ્રમની બહાર મુકીને જતા. આવી ભવ્ય પરંપરા તથા સંસ્કૃતિનું જતન કરવુ આપણી નૈતીક ફરજ છે. કોલેજની સાંસ્કૃતીક સમિતિના કન્વીનર પ્રા.ઉર્મીલા પટેલે જહેમત લઈને કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ.