એસીબીની સફળ ટ્રેપ

*એસીબીની સફળ ટ્રેપ*

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી :
લલિત રામાભાઇ મકવાણા, જી.આર.ડી સભ્ય , માંડલ પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્ય.

ગુનો બન્યા : તા ૦૯.૦૭.૨૦૨૧

ગુનાનું સ્થળ : હાજરીયા હનુમાન ચોકડી, માંડલ
જી.અમદાવાદ

લાંચની માંગણીની રકમ : રૂ. ૨૫,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૨૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨૫,૦૦૦/-

ગુનાની ટૂંક વિગત :
આ કામના ફરીયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા અને દર મહીને PSIના ૧૫,૦૦૦/- અને બીટ જમાદારના ૧૦,૦૦૦ /- એમ કુલ રૂ. ૨૫,૦૦૦/- આરોપીને આપતા હતા.
ગયા મહીને આરોપી એ રૂપીયા માંગેલ પરંતુ ફરીયાદીએ ધંધો
ચાલતો ના હોઇ અને તેમના નાના-નાનીનું મરણ થઇ ગયેલ હોવાનું જણાવી રૂપીયા આપેલ નહી.
ત્યાર બાદ આજથી ત્રણ-ચાર દીવસ પહેલા આરોપી ફરીયાદીને રૂબરૂ મળેલ અને અગાઉના રૂપીયા ૨૫,૦૦૦/- બાકી હોવાનું જણાવી માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ ધંધો બંધ કરી દીઘેલ હોવાનું જણાવી રૂપીયા આપવાની ના પાડતા, આરોપીએ ફરીયાદી ની રીક્ષા પુરી દેવાની અને દારુના ખોટા કેસ કરવાની ઘમકી આપેલ જેથી ફરીયાદી નાછૂટકે લાંચના રૂપીયા ૨૫,૦૦૦/- આપવા તૈયાર થયેલ, જે અનુસંધાને આજનો વાયદો કરી એસીબીને ફરીયાદ આપેલ જેથી એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયેલ છે

નોંધ : આ કામે આરોપીને ડીટેઇન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

ટ્રેપીંગ અધિકારી : એસ.એન.બારોટ,
પો.ઇન્સ. અમદાવાદ રૂરલ એ.સી.બી.

સુપર વિઝન અધિકારી : શ્રી કે.બી.ચુડાસમા
મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ