ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી

મોંઘવારીના વિરોધમાં સાગબારા કોગ્રેસનું વિરોધ પ્રદર્શન

ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી


રાજપીપલા, તા 9


નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિદ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન સાગબારા ખાતે કરવામાં આવ્યું હતું.
હાલ મોંઘવારી ને કારણે સામાન્યપ્રજાજનો માટે આજીવિકા તેમજ દૈનિક
જીવન ચલાવવાનું અત્યંત મુશ્કેલ બન્યુંછે. દિન-પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલસહિતની જીવનજરૂરિયાતની
ચીજવસ્તુઓના ભાવો વધવાને ના લીધેગુજરાતના પ્રજાજનો પારાવાર હાલાકીભોગવી રહ્યા છે. આ સંજોગોમાં હમેશા
પ્રજાની પડખે રહેવાની નીતિઅનેકાર્યક્રમને અનુરૂપ
કોંગ્રેસ દ્વારા વ્યાપક
જનચેતના કાર્યક્રમ હાથ ધરવાનું નક્કી
કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખઅમીતભાઈ ચાવડાની સૂચના અનુસાર
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાની આગેવાનીમાં અને નમૅદા કોંગ્રેસ પ્રમુખ
હરેશ ભાઇ વાળંદ, સાગબારા તાલુકાકોંગ્રેસ સમિતિએ રેલીકાઢી મોંઘવારી ને મુદ્દે સુત્રોચાર કરી વિરોધ
પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા