ચાલ જીવી લઇએ અને હેલારો જેવી ફિલ્મો પછી ગુજરાતી સિનેમાનો વૈશ્વિક સ્તરે ખૂબ જ વિકાસ થયો છે.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે 1000 થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું- આરતી વ્યાસ પટેલ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મ, એન્ટરટેનમેન્ટ, મીડિયા અને ઇવેન્ટ (FEME)કમીટી દ્વારા ડાયરેકટર્સ કટ વિષય પર એક લાઇવ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનાર માટે જાણીતા નિર્માતા તથા પ્રોડયુસર શ્રી અભિષેક જૈન, શ્રીમતી શીતલ શાહ અને શ્રીમતી આરતી વ્યાસ પટેલ મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જીસીસીઆઇના સિનિયર ઉપપ્રમુખ શ્રી હેમંત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતી લોકોનું ફિલ્મ નિર્માણમાં આઝાદી પૂર્વેથી જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પરંતુ ચાલ જીવી લઇએ અને હેલારો જેવી ફિલ્મો પછી ગુજરાતી સિનેમાનો વૈશ્વિક સ્તરે પણ ખૂબ જ વિકાસ થયો છે.
FEME કમીટીના ચેરમેન શ્રી આસિત શાહે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે શરૂઆતથી એક હજારથી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને વિશ્વવ્યાપી આઠ કરોડ ગુજરાતીઓને પ્રેરણા આપી છે.
શ્રીમતી શીતલ શાહ, શ્રી અભિષેક જૈન અને શ્રીમતી આરતી વ્યાસ પટેલે પોતાના વકતવ્યમાં તેમની ફિલ્મ નિર્માતા તરીકેની સફર, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ્સનું ભવિષ્ય અને ફિલ્મ નિર્માણની ટીપ્સ અને યુકિતઓ પર ચર્ચા કરી હતી. તેઓએ તેમના અનુભવો પણ શેર કર્યા હતા. શ્રી અભિષેક જૈને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવે સરકાર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રયત્નોને માન્યતા આપે છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જે સબસીડીની જાહેરાત કરવામાં આવી છે, તેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે પુરસ્કાર નીતિ તરીકે ધ્યાનમાં લેવી જોઇએ.

https://youtu.be/x3_3EUC1sH0