રાજપીપલા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાની બીજીવાર મુલાકાતે
ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમા
પાટીલ સહીત 5000 વૃક્ષોનું ભાજપા કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું
પાંચ તાલુકાના કાર્યકરો ઉમટી પડ્યા.પ્રત્યેક ખોદેલા ખાડા પાસે ઉભા રહી કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરાવી વૃક્ષો વાવ્યા
ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બાઈક રેલી કાઢી
ગુજરાતમા બેરોજગાર યુવાનોને આત્મનિર્ભય બનાવવાની જરૂર. -સીઆર પાટીલ
વધુ ઓક્સિજન પેદા કરે એવા વૃક્ષો આપણે ઉગાડવા પર ભાર મુક્યો.
રાજપીપલા:તા 9
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ
આજે બીજી વાર નર્મદા જિલ્લા ની મુલાકાતેપધાર્યા હતા. ખાસ લાછરસ ગામે ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવન ઉભું કરાયું હતું. જે મા
સી આર પાટીલ સહીત 5000 વૃક્ષોનું ભાજપા કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યુંહતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ
આવી હતી. જે પ્રસંગે તેઓ સાથે સાંસદ ગીતાબેન રાઠવા,સાંસદ મનસુખભાઇ વસાવા,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રવક્તા ભરતભાઈ ડાંગર ,નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓહાજર રહ્યા હતા.જિલ્લાના તાલુકાના શહેર ના હોદેદારો એ સીઆર પાટીલ તેમનું સ્વાગત કર્યું હતું.ભદામ લાછરસ રોડ હાલ તૈયાર થઈ રહ્યો છે તે રોડ થી લાછરસ પહોંચી જ ટંકારીથી શહેરાવ રોડનું ખાત મુહર્ત પણ કર્યું હતું.
વૃક્ષારોપણના કાર્યક્રમ પેહલા નર્મદા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બાઈક રેલી સ્વરૂપે સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું.
લાછરસ ખાતે
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ વન નિર્માણ કરવામા આવ્યું હતું જેની શરૂઆત સી આર પાટીલે વૃક્ષ રોપીને પ્રારંભ કર્યો હતો.ત્યારબાદ 5000 વૃક્ષોનું કાર્યકરોએ સમૂહમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે નર્મદા જિલ્લા મહિલા મોરચાની બહેનો તથા વિવિધ મોરચા તથા તાલુકાના ભાજપી કાર્યકરોએ પણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભારત માતાકી જય ના નારા લગાવવાથી કશું જ નહીં થાય, ભારત માતાતો આપણા હદયમાં જ છે.પરંતુઆપણે સૌ દેશવાસીઓ ભારત દેશના વિકાસ માટે આગળ આવવું પડશે.આજે વૃક્ષારોપણ કાર્યક્રમનુ મહત્વ સમજવતા જણાવ્યું હતું કે જે વધુ ઓક્સિજન પેદા કરે એવા વૃક્ષો આપણે ઉગાડવા પડશે.
ગુજરાતનો મુખ્યમંત્રી આદીવાસી હોવો જોઈએ એવી છોટુ વસાવાની માંગ મુદ્દે એમણે ટકોર કરતા જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે હું છોટુ વસાવાની માંગનેહું બહુ ગંભીરતાથી લેતો નથી. ગુજરાતમાં “આપ” ની એન્ટ્રી થઈ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી મા આપ કેટલું સફળ રહેશે એ મુદ્દેપાટીલે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ બણગા ફૂંકી જેટલા વચનો આપ્યા એએમણે હજી પુરા કર્યા નથી, દિલ્હીની 33% સ્કૂલોના રિઝલ્ટ ફેઈલ ગયા છે, ગુજરાતમાં 40 લાખ જ્યારે દિલ્હીમાં 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. દિલ્હીની સામે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં ગુજરાતના 5 મંત્રીઓને સ્થાન મળ્યું છેએનાથી ગુજરાતનો વિકાસ ઝડપી બનશે..હવે ગુજરાતના પ્રશ્નોઝડપથી ઉકેલાશે. એનાથી ગુજરાતને મોટો ફાયદો થશે.
ગુજરાતમા સુશિક્ષિત બેરોજગારોને નોકરી નથી મળી એવા બેરોજગાર યુવાનોને આત્મનિર્ભય બનાવવાની જરૂર છે. એમને રાજ્ય સરકાર ની કેન્દ્રસરકારની યોજનાઓની રોજગાર લક્ષી માહિતી આપી તેમને રોજગાર મળે એવા પ્રયત્નો કરવા જોઈએ એમ જણાવ્યું હતું
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા