ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે
જગન્નાથ મંદિરની મુલાકાત લેશે
******
રથયાત્રા સંદર્ભે મંદિર
ટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની
સમીક્ષા અને રથયાત્રાનું રૂટ નિરિક્ષણ કરશે
******
ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તા- ૯ જુલાઈના રોજ સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની મુલાકાત લેશે.
કોવીડ ૧૯ ના પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા નીકળવાની છે ત્યારે ગૃહરાજ્યમંત્રીશ્રી મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે. જગન્નાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા કોવીડ પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે નીકળનારી યાત્રા તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સુરક્ષા બંદોબસ્તનું પ્રેઝન્ટેશન પણ નિહાળશે. ત્યારબાદ યાત્રા જે રુટ પર નીકળવાની છે તે રૂટ પર સરસપુર અને દરિયાપુર એમ બે સ્થળોની
જાત-મુલાકાત સહિત
સમગ્ર રૂટનું નિરિક્ષણ પણ કરશે. ગૃહરાજ્યમંત્રીશ્રી સાથે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ રુટ નિરિક્ષણમાં જોડાશે.
********