સરસપુર મોસાળ ખાતે ભગવાનનું મામેરું ભરાયું હતું અને લોકોએ વર્ચ્યુલ દર્શનનો લાભ લીધો હતો.

અમદાવાદ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરસપુર મોસાળ ખાતે ભગવાનનું મામેરું ભરાયું હતું અને લોકોએ વર્ચ્યુલ દર્શનનો લાભ લીધો હતો.


અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ, આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે એ વચ્ચે ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ ચાલી રહી હતી અને અમદાવાદના સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર તથા ઈન્સ્ટાગ્રામ પર કર્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે. ભગવાનના વાઘાના દર્શન કરવા લોકો ઉમટ્યા હતા.ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં સાંજે 4થી 8 દરમિયાન મામેરાના ઓનલાઈન દર્શન કરાયા હતા. અમદાવાદના પરિવારને 50 વર્ષે તક મળી છે અને તેમને આ તક મળતા તેમને ધન્યતા અનુભવી હતી.

https://youtu.be/1p8E3OHvWrk