દેશના પ્રથમ રાષ્ટ્રીય ટોય ફેર 2021 માં નર્મદા જિલ્લાના ચાર શિક્ષકોની કૃતિની પસંદગી !

દેશના પ્રથમ રાષ્ટ્રીય ટોય ફેર 2021 માં નર્મદા જિલ્લાના ચાર શિક્ષકોની કૃતિની પસંદગી !
નર્મદા જિલ્લામાંથી 15 શિક્ષકોએ પોતાના મોડેલ રજૂ કરી ભાગ લીધો હતો.
રાજપીપળા,તા. 17
દેશના પ્રથમ રાષ્ટ્રીય ટોય ફેર 2021નું રોજ રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લામાંથી 15 શિક્ષકોએ પોતાના મોડેલ રજૂ કરી ભાગ લીધો હતો જેમાંથી ચાર મોડેલ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાથમિક સાગબારા તાલુકાની ભોર આમલી શાળાના શિક્ષક ઠાકોર ખોડાજી હમીરજીની કૃતિ બોર્ડ ગેમ, તથા દેડીયાપાડા તાલુકાની કાંદા પ્રાથમિક શાળાના શિક્ષક નિલેશકુમાર એમ પ્રજાપતિની ટેબલ ગેમ અને પેટન ગેમ,તેમજ દેડીયાપાડા તાલુકાની પાંચ ઉમર પ્રાથમિક શાળાના બેન હંસાબેન ગગજીભાઈ મકવાણાની દેશી રમકડા અને તિલકવાડા તાલુકાની હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક સનતકુમાર સી.વણકરની મારા રમકડા મને ભણાવે.આ ચાર કૃતિઓ રાષ્ટ્રીય કક્ષાના ટોય ફેર માટે પસંદગી પામી છે.એમણે નર્મદા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે. આ ચાર શિક્ષકો ઇનોવેટિવ શિક્ષકોએ પોતાના વિધાર્થીઓમાં અને સમાજમાં અવનવા નવતર પ્રયોગો કરીને પોતાની શાળામાં અને સમાજમાં અમલ કરવામાં પ્રયત્નશીલ બન્યા છે. તેમનો આ પ્રોજેક્ટ અન્યશિક્ષકો માટે પ્રેરણા રૂપ બન્યા છે.પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા