રાજપીપળા ના શેખ જમાત ખાના માં આશરે ૫૦ વ્યક્તિઓ એ વેકસીન નો લાભ લીધો



આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ કેમ્પમાં રાજપીપળા ના શેખ જમાત ખાના માં આશરે ૫૦ વ્યક્તિઓ એ વેકસીન નો લાભ લીધો

રાજપીપળાના મુસ્લિમ ધર્મ ગુરુ સૈયય્દ સુબ્હાની બાપુએ પોતે પરિવાર સાથે વેક્સીન લીધી.


મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું


રાજપીપળા :તા,3

નર્મદા જિલ્લામાં કોરોના ની બીજી લહેર ઘાતક નીવડી છેજેમાં મુસ્લિમ સમાજના ઘણા લોકોએ સ્વજનો ગુમાવ્યાછે.ત્યારે વેકસીનજ તેનો એક માત્ર ઉપાય છે. હાલ સમગ્ર નર્મદા જિલ્લામાં વેકસીનેશન પ ચાલી રહ્યું છે ત્યારે મુસ્લિમ સમાજ માં પણ કોરોના વિરોધી વેકસીન લેવા માટે જાગરૂકતા આવે અને વધુ માં વધુ લોકો વેકસીન લે તે માટે આજે રાજપીપળા ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા શેખ જમાત ખાના વડફળિયા ખાતે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું.જેમાં આશરે ૫૦ જેટલા લોકોએ વેકસીન નો લાભ લીધો હતો. મોહસીને આઝમ મિશન રાજપીપળા ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અગાઉ ઘણા એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે

રાજપીપળાના મુસ્લિમ ધર્મ ગુરુ સૈયય્દ સુબ્હાની બાપુએ પોતે પરિવાર સાથે વેક્સીન લીધી હતી અને જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારી માં કેટલાક લોકો મૃત્યું પામ્યા છે અને કેટલાક લોકો બીમાર પડ્યા છે ને કેટલાક લોકો સાજા પણ થયા છે કોરોના થી લડવા માટે અને સુરક્ષિત રહેવા માટે કોરોના ની વેકસીન લેવી ખૂબ જરૂરી છે અને મુસ્લિમ સમાજ અને તમામ ધર્મ લોકોને કોરોના વેકસીન લેવાની અપીલ કરી હતી

કેમ્પ માં હાજર ડોક્ટર અમીતાબેન ચૌહાણ જણાવ્યું હતું કે આજે મોહસીને આઝમ મિશન અંતર્ગત વેક્સિન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં અમે ૫૦ જેટલા લોકોને રસીકરણ પૂરું કરાયું છે ઘણા બધા લોકો જાગૃત થયા છે હવે ધીમે ધીમે પબ્લિક વેકસીન લેવા માટે આવી રહી છે અને તમામ લોકો વેક્સિન લે, તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી રસી સુરક્ષિત છે તેમ તેઓએસૌને વેક્સીન લેવા અપીલ કરી હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા