*મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરવામાં આવશે*
ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે તા. 03, જુલાઈ-2021ના રોજ NCC ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન’ દ્વારા પ્રદાન થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત સમારોહ ગાંધીનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાનથી સવારે 10:30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી NCC કેડેટ્સ સાથે વાર્તાલાપ પણ કરશે. આ ઉપરાંત # એક મૈં સૌ કે લિયે અભિયાનના પાંચમા તબક્કા “કારગીલના વીરોને ગુજરાતનો આભાર”ના શરૂઆતની જાહેરાત પણ કરવામાં આવશે.આ પ્રસંગે ગાંધીનગર ખાતે NCCના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.