જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.

જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રાનો પ્રારંભ વોર્ડ નંબર 15 માં આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કોર્પોરેટર આનંદ રાઠોડ 79 ન્યાય યાત્રાના ઇન્ચાર્જ જૈનબ બેન ખફી અને ધવલ નંદા રચનાબેન નંદાણીયા જિલ્લા મહિલા પ્રમુખ નયના બા જાડેજા મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા કોંગ્રેસ મહામંત્રી આનંદ ગોહિલ મહામંત્રી સાજીદ બ્લોચ વોર્ડ પ્રમુખ ધીરેન નંદા યાસ્મીન બેન દરજાદા દર્શન રાઠોડ સહિતના આગેવાનો જોડાયા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી.