*ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત*

બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને દિલ્હી એરપોર્ટ પરથી પરત જવાનું કહેવામાં આવ્યું હતું જે અંગે ઘણો વિવાદ પણ થયો હતો. ભારતમાં એન્ટ્રી ન મળવાને કારણે ડેબ્રી અબ્રાહમે ભારત સરકારની ભારે નિંદા કરી હતી. ત્યારે મળતી માહિતી મુજબ તે પાકિસ્તાનની મુલાકાતે પહોંચી ગઈ છે. જ્યાં તે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી સાથે મુલાકાત કરશે. બંને એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે