*બેશરમની જેમ અદબ વાળીને યુવતીની કમરથી ઉપર હાથ નાખી રહ્યો હતો કંડક્ટર, 21 વર્ષની યુવતીએ આ કર્યું*

મહિલા સુરક્ષા મામલે સરકારનો મસમોટા દાવાઓ વચ્ચે પણ સાર્વજનિક જગ્યાએ મહિલાઓ સુરક્ષિત નથી એ વાસ્તવિકતા છે. બેંગલુરુમાં એક 21 વર્ષની કોલેજ કન્યા સાથે બસ કંડક્ટરે એવી છેડતી કરી કે યુવતી કંટાળી ગઈ હતી. બેંગલુરુથી હાસન જઈ રહેલી યુવતી સાથે કંડકટરે છેડતી કરવાની શરૂઆત કરી હતી.યુવતીએ આ કંડક્ટરનો વીડિયો બનાવ્યો અને રસ્તામાં બેલુર પાસે ઉતરી ત્યારે તમામ સામે થપ્પડો મારી હતી. ત્યારબાદ યુવતીએ માતા-પિતા અને મિત્રો સાથે મળીને બેગલુરુંમાં કંડકટરને પકડીને માર માર્યો છે.