બેંગલુરૂમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરૂદ્ધ એક રેલી દરમ્યાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનાર છોકરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. અમૂલ્યા નામની આ છોકરીએ ગુરૂવારના રોજ રેલીના મંચ પરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદૂલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અને હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ રેલી આયોજીત કરી હતી.
પાકિસ્તાન સમર્થિત સૂત્રોચ્ચારના આરોપી અમૂલ્યા લિયોનાને કસ્ટડીમાં લીધા હતા. અમૂલ્યાને બેંગ્લુરૂની કોર્ટમાં હાજર કરાઇ, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાઇ. પોતાના મંચ પરથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યાની ઓવૈસીએ પણ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ જ્યારે નમાજ પઢવા માટે જઇ રહ્યા હતા ત્યારે આ સૂત્રોચ્ચાર થયા અને તેમણે તરત જ તેને રોકાવ્યા. આમ તો વીડિયોમાં પણ જ્યારે અમૂલ્યા પહેલી વખત નારા લગાવે છે એ સમયે ઓવૈસી મંચ પરથી કયાંક જતા દેખાઇ રહ્યા છે.
Sureshvadher only news group
અમૂલ્યાનો પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં દેખાય છેકે અસદુદ્દીન ઓવૈસી મંચ પરથી બહાર જઇ રહ્યા છે ત્યારે માઇક હાથમાં લઇ અમૂલ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવા માંડે છે. તેને સાંભળતા જ ઓવૈસી તરત થોભી રહ્યા છે અને તેમના ચહેરા પર મુશ્કેલીનો ભાવ સ્પષ્ટ ઝલકી રહ્યો છે. તેને હટાવા માટે મંચ પર પાછા આવે છે. ત્યારે તેમના કેટલાંક સમર્થક અમૂલ્યા પાસેથી માઇક છીનવી લે છે. તેમ છતાંય અમૂલ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. થોડીક વારમાં ઓવૈસીના સમર્થક તેને મંચ પરથી હટાવા લાગે છે અને આ બધાની વચ્ચે કેટલાંક પોલીસવાળા પણ ત્યાં પહોંચી જાય છે. ત્યારબાદ અમૂલ્યાને પોલીસવાળાના હવાલે કરી દીધી.
અમૂલ્યાના પિતા બોલ્યા- તદ્દન ખોટું કર્યું
અમૂલ્યા લિયોનના પિતાએ કહ્યું કે મારી દીકરીએ એન્ટી સીએએ રેલીમાં જે કર્યું તે તદ્દન ખોટું હતું. તેણે જે કહ્યું તે સહન કરાશે નહીં. મેં તેને કેટલીય વખત કહ્યું કે તે મુસલમાનો સાથે ના જોડાય. તેણે સાંભળ્યું નહીં. મેં તેને કેટલીય વખત કહ્યું છે કે ભડકાઉ નિવેદન ના આપીશ પરંતુ તે સાંભળતી જ નથી. મારી તબિયત ખરાબ છે, છતાંય હું અહીં આવ્યો. હું હાર્ટનો દર્દી છું, પરંતુ તેને મને કહ્યું તમે જાતે જ તમારી તબિયતનું ધ્યાન રાખો. મેં ફોન કાપી નાંખ્યો અને મારી ત્યારથી તેની સાથે વાત થઇ નથી. જ્યારે અમૂલ્યાના પિતા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા આ દરમ્યાન નજીકમાં ઉભેલા એક શખ્સે તેમની સાથે ગેરવર્તન કર્યું.
હૈદ્રાબાદથી સાંસદ ઓવૈસીએ નારેબાજીની આકરી નિંદા કરતાં કહ્યું કે મેં જેવું જ સાંભળ્યું હું દોડીને આવ્યો, હું નમાજ પઢવા માટે જઇ રહ્યો હતો. મેં જેવા આ વાહિયાત સૂત્રોચ્ચાર સાંભળ્યા તો મેં આવીને પાછા તરત જ આ નારાને રોકાવ્યા. તેને ત્યાંથી હટાવી દીધી. આવા લોકો પાગલ છે. તેમને દેશથી કોઇ મોહબ્બત નથી. તેને આવું કંઇપણ કરવું હોય તો તેઓ બીજી જગ્યાએ જઇને કરે, અહીં આવું શું કામ કરી રહ્યા છે. હું આ પ્રકારની વાતની નિંદા કરું છું. આ પ્રકારની હરકતને સહન કરાશે નહીં. મેં કહ્યું છે કે પોલીસ તેના પર નક્કર એકશન લે.
Sureshvadher only news group
9712193266