અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના. અકસ્માતના CCTV આવ્યા સામે
અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના મામલે અકસ્માતના CCTV સામે આવ્યા છે.CCTVમાં બે કાર વચ્ચે રેસ લાગી હોવાના સામે આવ્યા પૂરાવા દેખાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બે કારચાલક રેસ લગાવતા હોવાનું સામે આવ્યું છે.એક કારચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. ઘટનામાં એક મહિલાનું મૃત્યુ, 3 લોકો ઘાયલ થયા છે. ફૂટપાથ ઉપર સૂતેલા પરિવાર ઉપર કાર ચઢી ગઈ હતી. કારચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. GJ 01 RU 8964 નંબરથી કારથી થયો છે અકસ્માત. કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું સામે આવ્યું. શૈલેષ શાહ મીઠાખળી વિસ્તારમાં રહે છે. અકસ્માત સર્જનાર આઈ-20 કારચાલક વિરૂદ્ધ 9 મેમો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે અને
શૈલેષ શાહે એકપણ ઇ-મેમો ભર્યો નથી.