વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર ઇસમ તથા સગીરબાળાને શોધી કાઢતી રાજપીપલા પોલીસ

વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર ઇસમ તથા સગીરબાળાને શોધી કાઢતી
રાજપીપલા પોલીસ

રાજપીપલા, તા 29





ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર
શર્મા નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના
માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં સગીર બાળાઓ સાથે બનતા ગુન્હાઓ અટકાવવા સારૂ તેમજ ભોગબનનાર તેમજ
આરોપીને શોધી કાઢી અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનાના પગલે ઈન્યા.પોલીસ ઈન્સ્પેક્ટર
એમ.બી.ચૌહાણની સુચના મુજબ રાજપીપલાપોલીસ મથકમાં ગુન્હો રજી કરવામાં આવેલ.જેની તપાસ
એમ.બી.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કરતા હોઈ આ કામે સગીર-બાળાને ભગાડી જનાર આરોપી
અલ્લેશભાઇ જીતેન્દ્રભાઇ વલવી( રહે.ગોપાલપુરા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા)નો મોબાઇલ નંબર મેળવી કોલ
ડીટેલ મંગાવી એનાલીસીસ કરતા શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવતા તેનું લોકેશન મંગાવતા ભાવનગર
જીલ્લાના વક્ષ્મીપુર તાલુકાના કાનપરગામની સિમમા બતાવતુ હોય સાથેના તાબાના પોલીસ સ્ટાફ સાથે લોકેશન
આધારે કાનપર ગામે પહોચી ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા