જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.

જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.ઓમ શાંતિ..

રાજકોટના પત્રકાર – કોંગ્રેસી આગેવાન ઉષાકાંતભાઇ માંકડ એ સૌરાષ્ટ ગુજરાતના પ્રતિષ્ઠિત દૈનિકોમાં ફરજ બજાવી હતી તે ઉપરાંત રાજકોટ જિલ્લા હોમગાર્ડઝના વડા- કમાનડ્નટ તરીકે વરસો સુધી કાર્યકર હતા અને તેમની હોમગા્રડઝની વિશિષ્ટ સેવા બદલ તેમને ખાસ ચંદ્રકો પણ મળ્યા હતા.
ઉષાકાંતભાઇ રાજકોટ- સૌરાષ્ટ્રની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. મોરબીની હોનારત વખતે તેમણે પ્રસંસનિય સેવા અને ફરજ બજાવી હતી.તેઓ પત્રકાર,કોંગ્રેસના આગેવાન અને સામાજિક કાર્યકર તરીકે ખુબ લોકપ્રિય હતા.
આજે સવારે ૧૧:૩૦ વાગ્યે તેમનું અમદાવાદ ખાતે નિધન થયું હતું.