પાણીના નિકાલનીકાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ કરી માંગ

તિલકવાડા તાલુકાનાવાડીયા ગામના નાળામા વરસાદ મા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી


તંત્રએ પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા જ કરી નથી!


પાણીના નિકાલનીકાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ કરી માંગ




રાજપીપલા, તા.29



તિલકવાડા તાલુકાનાવાડીયા ગામના નાળામા ઓછા વરસાદ માજ પાણી ભરાઈ ગ્રામજનો મુશ્કેલીમુકાઈ ગયા હતા.

તંત્રએ પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા જ કરી નથી!

તેથી પાણીના નિકાલનીકાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ  માંગકરી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર ચાણોદ થી કેવડીયા રેલવે નીચે બનાવેલ નાળા માં થોડા વરસાદ થી પાણી ફુલ ભરાયા જેના લીધે લોકોને વાહન લઈ જવાની ખૂબ તકલીફ પડતી હતી કારણ કેઅહીં પાણીનો નીકાલ ની કોઈ જગ્યા નથી..

 આવા નાળાતલાવપુરા, વાડીયા, વાસણ અને રેગણ કોલોનીખાતે આવેલ હોવાથી વરસાદ મા પાણી ભરાઈ જવાથી આજુ બાજુના ગામના લોકોનો સંપર્ક કપાઈ જાય છે.વાડીયા ગામનુ આ નાળુ છે.તે  નાળા સાથે ૧૬ ગામો જોડાયેલા છે


હમણાં વાડિયા ગામમા મામુલી વરસાદ પડ્યો. તેમાં નાળા મા પાણી ભરાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા 

થોડા વરસાદ મા આ તકલીફ થઈ હતી. તો વધારે વરસાદ પડે તો વાહનો બીલકુલ બંધ થઇ જાય. આ આગાઉ અધિકારીઓ આવી ને બાહીધરી આપી ગયા પણ કાઈ પરિણામ આવ્યું નથી. મોટર થી પાણી ખેંચી પાણી બહાર કાઢવાનો એ કાયમી સોલ્યુશન નથી.હજી તો આખુ ચોમાસુ બાકી છે. વધારે વરસાદ પડશે ત્યારે નાળા ની શી હાલત થશે? એ અંગે ગ્રામ જનો ચિંતિત બન્યા છે ત્યારે વાડિયા ગામના નાળાનોપાણીનો પ્રશ્નનો કાયમી કાયમી ઉકેલ લાવવા ગ્રામજનો એ માંગ કરી છે.


તસવીર : દીપક જગતાપ, રાજપીપળા