આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાનું સ્ફોટક નિવેદન



નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસી ઓમા વિવાદ વકર્યો

રાજકીય નેતાઓ આ મામલે આમને સામને

આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાનું સ્ફોટક નિવેદન

રાજપીપલા, તા 29


આદિવાસીઓ હિન્દૂ સીગેછે કે નહીં એ મુદ્દા પર કેટલાક વખતથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રાજપીપલા ખાતેડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએઆદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છેએવુ સ્ફોટક નિવેદન કરતા રાજકીયવિવાદ સર્જાયો છે.
ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા એ પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છીએ અને રહીશુએમ કહેતા વિવાદ વકર્યો છે.આ અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા હતા  કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમા એક બોર્ડ લગતા ખળભળાટ મચ્યો છે.અને જે બાબતે ફરી ડેડીયાપાડા ના ધારા સભ્ય મહેશ વસાવા એ સુર ઉઠાવ્યો કે અમે હિન્દૂ નથી અમે માત્ર આદિવાસી છે પરંતુ ભારત દેશ માં સત્તા મેળવવા માટે લોકો હિન્દૂ શબ્દ નો ઉપયોગ કરે છે.આ હિન્દૂ નામનો શબ્દ કોઈ સંવિધાન માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આદિવાસી આદિવાસી છે જેને ખોટી રીતે હિન્દૂ કહેવામાં આવેછે. આ આદિવાસી  આદિ અનાદિ કાળથી આદિવાસી છેને રહશે. અને અમે કોઈ હિન્દૂ છેનહીં અમે માત્ર આદિવાસી છે કહેતા રાજકારણ માં ભારે ગરમાવો આવી ગયો છે .

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા