નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ
વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા

સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 મા
નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ
વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા

તળાવ માંથી અત્યાર સુધી માં વનવિભાગ દ્વારા 200 મગર ને પકડવામાં આવ્યા છે.

રાજપીપલા, તા 28

કોરોના મહામારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કર્યા બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાવમાં આવ્યું છે.અને આજે રવિવારે 13 હજાર કરતા વધારે પ્રવાસીઓ આવ્યા છે જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 17 જેટલા પ્રવાસીઓ માટે પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે અને જેમાંય તળાવ નંબર ત્રણ માં અમદાવાદ થી કેવડિયા આવવા માટે પ્રવાસીઓ માટે સી પ્લેન સુવિધા શરૂ કરવામાં આવી હતી.જોકે આ સુવિધા હાલ તો બંધ છે પરંતુ વનવિભાગ દ્વારા સ્ટેચ્યુ પર આવતા પ્રવસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકાવિહાર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પ્રવાસીઓ આ નૌકા વિહાર માં બેસી તળાવ માં 3 કિમિ સુધી ફરવા જઈ શકે.પરંતુ આ તળાવ માં અસંખ્ય મગર આ તળાવ માં છે.અને નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે જોકે આ તળાવ માંથી અત્યાર સુધી માં વનવિભાગ દ્વારા 200 મગર ને પકડવામાં આવ્યા છે.અને હાલ પણ આ નૌકા વિહાર ની સુવિધા વધારતા પ્રવાસીઓ ને કોઈ નુકશાન ન પહોંચાડે માટે પાંજરા મૂકી મગર પકડવાની કયાવત વનવિભાગે હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા