નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિતડૉ.હરિકૃષ્ણડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ, મેમનગર ગામમાં હાલમાં કોરોના મહામારી ને કારણે ઓનલાઇન શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. ઓનલાઇન તાલીમ ના ભાગ રૂપે ૫ દિવસનો એક વર્તન સમસ્યા પર નો વર્કશોપ મનોદિવ્યાગ બાળકો માટે યોજાઈ ગયો. જેમાં રંગોના માધ્યમ થી બાળકનાં વર્તન ના પ્રમાણને જાણવા ની સમીક્ષા કરી તેને અને તેમના વાલી ને વર્તન મા સુધારા લાવવા લક્ષી કાઉન્સલીંગ અપાયું હતું. જેમાં હેપી નેસ- અનહેપીનેસ-ગુસ્સો-જીદ્દીપણુ આ ચાર ભાવનાત્મક વર્તનની સમીક્ષા કરાઈ હતી. રોજ એક સ્માઈલી દોરવામાં આવતુ હતું. તેના 4 ભાગ કરવા નું કહેવાતુ. ત્યારબાદ, શેસન ના આગલા દિવસે તમારા ઉપરોકત વર્તન અંગે તમે શું અનુભવ્યું તે વિચારવા સમય આપવામાં આવતો. સમય આપ્યા બાદ તમારા વર્તન ને ટકાવારી મુજબ સ્માઈલી મા રંગ ધ્વારા બતાવવા નું કહેવાતુ હતું. હેપીનેસ માટે લીલો, અનહેપીનેસ માટે કાળો, ગુસ્સા માટે લાલ અને જીદ્દી પણા માટે વાદળી રંગ વાપરવા નો હતો. જે ભાવ તમે વધુ અનુભવ્યો હોય તો આખા સ્માઈલી ના ચારે ભાગમાં રંગ પુરવાનો, ઓછો અનુભવ્યો હોય તો બે ભાગ કે એક ભાગ કે ત્રણ ભાગમાં રંગ પુરવાના હતો. ૫ દિવસ ના વકૅશોપ મા રોજ એક સ્માઈલી મા રંગ પૂરાવી બાળકમાં છૂપાયેલ વર્તન ના કારણને જાણવાનો પ્રયત્ન કરી, બાળક અને વાલીને તેમા સુધારો-વધારા કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. બાળકો અને વાલીઓ એ આ વર્કશોપ મા ઉત્સાહ ભેર ભાગ લઈ પોતાના ચાર પ્રકારના આ વર્તનની સમીક્ષા કરી માર્ગદર્શન મેળવ્યુ હતું.
આ વર્કશોપ સંસ્થા ના સ્પેશ્યલ એજયુકેટર શ્રી કૃતિકા પ્રજાપતિ એ સિનિયર એજયુકેટર શ્રી નિલેશ પંચાલ ના માર્ગદર્શન હેઠળ કર્યો હતો. જેમાં મનોદિવ્યાગ બાળકો મા રહેલ વર્તન સમસ્યા ને આર્ટ ના માધ્યમ થી જાણી યોગ્ય માર્ગદર્શન આપવા નો પ્રયત્ન કરાયો હતો જેનો લાભ બાળકો અને તેમના વાલીઓ ને મલશે.
શ્રી નિલેશ પંચાલ
સંચાલક શ્રી
(9824263608)