*ટ્રમ્પ તો નારાજ છેઃ ભારત સાથે હમણાં મોટો વ્યાપાર સોદો નહીં કરે*

વોશિંગ્ટન આવતી 24-25 ફેબ્રુઆરીએ ભારતની પ્રથમ મુલાકાત પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને આંચકો આપ્યો છે. એમણે કહ્યું છે કે તેઓ ભારત સાથે કોઈ મોટો દ્વિપક્ષી વ્યાપાર કરાર હમણાં નહીં કરે, પણ એને બચાવી રાખશે. આ વર્ષના નવેંબરમાં નિર્ધારિત યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલાં એ કરાર કરવામાં આવે એવું પોતાને લાગતું નથી