દિલ્હી સીધી અસર રૂપાણીએ LRD પરિપત્રમાં ફેરફારની જાહેરાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ LRD પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. SC,ST,OBC નેતાઓ સાથે કરેલી મહત્વની મીટીંગ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. આ સાથે જ 1-8-2018ના પરિપત્રમાં ફેરફાર કરવામાં આવશે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સરકારના અનેક આગેવાનો સાથે મળીને ગુજરાતના લોકોને અન્યાય ન થાય આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંઈ વિષમતા અને ખામીઓ છે તે ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. કહી અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.