નર્મદા કિનારે ગંગા ઘાટ જેવી દરરોજ સાંજે થશે નર્મદા આરતી થશે
તંત્ર દ્વારા ઘાટ બનાવવા માટે ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
રાજપીપલા, તા 6
સ્ટેચ્યુ ઓફ નજીક
નર્મદા નદી કેવડિયા ગોરા ખાતે નર્મદા ઘાટ
બની રહ્યો છે. એ પ્રવાસીઓ અને ભક્તો શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. જે રીતે ગંગા ઘાટ પર કિનારે ગંગા આરતી થાય છે એવો ઘાટ હવે નર્મદા કિનારે પણ બનશે.
નર્મદા કિનારે નર્મદા ઘાટ બન્યા પછી ગંગા ઘાટ જેવી દરરોજ સાંજે નર્મદા આરતી થશે
.હાલ તંત્ર દ્વારા ઘાટ બનાવવા માટે ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હાલ કેવડિયા ખાતે ગોરા પુલ પાસે જેસીબી મશીન દ્વારા નર્મદા કિનારે પથ્થરો તોડી ને ખોદકામ કરી લેવલીંગનું કામ શરૂ દીધું છે. જયારે નર્મદા ઘાટસંપૂર્ણ બનશે ત્યારે અહીં નર્મદા આરતી થશે. અહીં નર્મદા જયંતીના કાર્યક્રમો પણ ધામ ધૂમથી ઉજવાશે
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા