ડેડીયાપાડા તાલુકાના
નિંઘટ ગામના રામેશ્વર હોટલ પાસે રોડ પર મારુતિ વાન અને મોટરસાઇકલ અકસ્માતમા પતિ પત્નીનું કરુણ મોત
રાજપીપલા, તા 25
ડેડીયાપાડા તાલુકાના
નિંઘટ ગામના રામેશ્વર હોટલ પાસે રોડ પર મારુતિ વાન અને મોટરસાઇકલ અકસ્માતમા પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની ફરિયાદ
ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.
જેમાં ફરીયાદી વેચાણભાઇ સુરજીભાઇ વસાવા( ઉ,વ,૩૫ ધંધો ખેત મજૂરી રહે,વાડવા વડ ફળિયું તા,ડેડીયાપાડા)એ
આરોપી
મારૂતી વાન ગાડી નંબર-G -16-BB-O185 નો ચાલક સામે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસાર મારૂતી વાન ગાડી નંબર GJ-16-BB-0185ના ચાલકે પોતાના કબજામાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી
નિંગટ ગામના રામેશ્વર હોટલ પાસે ફરી.ના ભાઈ પાસેની પ્લેન્ડર મો.સા નંબરGJ-22-0-7271ની સાથે સામેથી અકસ્માત કરતા મો.સા ચાલક ભોગીલાલભાઈને
જમણા ખભાના ભાગે તેમજ જમણા પગે તથા માથાના ભાગે તેમજ ઉષાબેનને જમણા પગે તથા માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી બન્ને પતિ પત્ની૧) ભોગીલાલ ભાઈ સુરજીભાઇ વસાવા( ઉ,વ,આ ૩૦) (ર) ઉષાબેન વા/ઓ ભોગીલાલ ભાઈ સુરજીભાઇ વસાવા
(ઉ,વ,આ ૨૪ બંને રહે, વાડવા વડ ફળિયું તા,ડેડીયાપાડા જી.નર્મદા)નું સારવાર
દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા