રાજપીપળા ટાઉનમાં કોરોનોમા માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસની ફ્લેગ માર્ચ. બજારમાં શાકમાર્કેટમાં ફરીને પોલીસે ડ્રાઇવ દરમ્યાન દંડની કાર્યવાહી કરી

રાજપીપળા ટાઉનમાં કોરોનોમા માસ્ક વગર ફરતા લોકો સામી પોલીસની ફ્લેગ માર્ચ

બજારમાં, શાકમાર્કેટમાં ફરીને પોલીસે ડ્રાઇવ દરમ્યાન દંડની કાર્યવાહી કરી

રાજપીપળા કોરોના ના વધતા કેસો સામે જિલ્લા પોલીસ વડાએ માસ્ક વગરના સામે કડક પગલા લેવાની સુચના

રાજપીપળા તા.૩

રાજપીપળામાં હાલ કોરોનાના કેસો વધતા જતા હોઈ ખાસ કરીને શાકમાર્કેટ તથા બજાર વિસ્તારમાં ભારે ભીડ
જણાતા અને લોકો માસ્ક વગર તેમજ સોસીયલ ડીસ્ટસનુ પાલન કરતા નહોદ જિલ્લા પોલીસ વડાની સુચનાથી
રાજપીપળા ટાઉનમા સ્થાનીક પોલીસ માસ્ક વગરના લોકો સમે લાલ આંખકરી તેમની સામે દંડની કાર્યવાહી બે
દિવસથી કર્યા બાદ ત્રીજા દિવસે પણ ટાઉન પોલીસે રાજપીપળામાં ડ્રાઇવ રાખી ફ્લેગ માર્ચ કરી માસ્ક વગરના
લોકોને પકડી તેમની સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. રાજપીપળા કોરોના ના વધતા કેસો સામે જિલ્લા પોલીસ
વડામે માસ્ક વગરના સામે કડક પગલા લેવાની સુચના આપતા કાર્યવાહી શરુ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરમાં લોકો માસ્ક પહેરતા નહોવાથી કોરોનાના સંક્રમણનો ભોગ બની રહયા છે, ખાસકરીને શાક માર્કેટમાં અને બજારમાં જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે રાજપીપળાની સ્થાનીક પોલીસે લાલ
આંખ કરી ૧૩ હજારનો દંડ દંડનીય કાર્યવાહી કર્યા છતા લોકો સુધરતા ન હોઇ પોલીસે ડાઇવ ચાલુ રાખી છે અનેજ્યા સુધી લોકો માસ્ક વગર દેખાસે ત્યા સુધી આ ડ્રાઇવ ચાલુ રાખશે એમ જણાવી શાકમાર્કેટ બજારમાં ફરી દુકાનો
પણ ફરી માસ્ક વગરના લોકો સામે કડક કાર્યવાહી કરતા લોકો માસ્ક પહેરતા જોવા મળ્યા હતા

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા