*આશા વર્કરો સરકાર સામે આંદોલન ચલાવશે*

ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા કુપોષણને દુર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે આંગણવાડીમાં ફરજ બજાવતી આશા વર્કરોને આપવામાં આવતાં વેતન સહિત અન્ય લાભો અંગે કોઇ જ જોગવાઇ ન હોવાથી કાર્યકરોમાં પણ નારાજગી વ્યાપી છે તો આરોગ્ય સેવા સાથે સંકળાયેલી આશા હેલ્થ વર્કર અને ફેસીલીએટર બહેનો પણ નજીવા વેતનમાં ફરજ બજાવી રહી છે. ત્યારે મળવાપાત્ર લાભો અને વેતનમાં વધારો થાય તેની માંગ સાથે સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરશે.