*દેશમાં એનઆરસી લાગુ થશે તો તે માત્ર હિંદુ- મુસ્લિમો જ નહીં આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે*

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ અલગ હોવાનું જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએએથી દેશના કોઈ પણ લોકોને કોઈ જાતનું નુકસાન નહીં થાય. સાથે જ તેઓએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો અને એનપીઆર પણ અલગ અલગ છે.