આજથી 3 દિવસ કેવડિયા ખાતે ભાજપનું મંથન
સી.આર.પાટીલની અધ્યક્ષતામાં
પ્રથમ પ્રત્યક્ષ કારોબારી બેઠક
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન સહિત
અનેક નેતાઓ જોડાશે
પેપરલેસ બેઠક માટે તમામને
ટેબલેટ અપાયા.
કેવડિયામાં ભાજપની હાઇટેક અને પેપરલેસ કારોબારી બેઠક યોજાશે
રાજપીપલા, તા.1
મિશન 2022ને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપની કારોબારી બેઠક 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયામાં ળી રહી છે.જેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વિશેષ ઉપસ્થિત રહેશે. 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા કોલોની ખાતે યોજાનારી પ્રદેશ કારોબારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી બિરદાવતા ઠરાવો પસાર થશે. તો સાથે જ મિશન 2022ને ધ્યાનમાં રાખીને રાજકીય ઠરાવો પણ કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમો અંગે ચર્ચા થશે.અને મિશન 2022નો રોડમેપ પણ નક્કી થશે. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની આ બીજી કારોબારી યોજવા જઈ રહી છે. જે વિસ્તૃત કારોબારી છે.અને તેમાં પ્રદેશના તમામ હોદેદારો સહિત 600થી વધુ આગેવાનો હાજર રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી કારોબારી કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી
પ્રદેશ કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના હોદેદારો જોડાયા હતા. હવે કોરોનાના કેસો ઘટવાના કારણે પ્રત્યક્ષ કારોબારી મળવા જઈ રહી છે. જેમાં તમામ કારોબારી સભ્યો ઉપરાંત હોદેદારો પણ હાજર રહેશે. કેન્દ્ર સરકારના નવનિયુક્ત મંત્રીઓ ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ.મહેન્દ્ર મુંજપરા પણ આ બેઠકમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ભાગ લેશ. આ કારોબારીનો મુખ્ય ઉદ્દેશ મિશન 2022ની તૈયારીઓનો રહેશે અને ડિજીટલ ભાજપના મિશનને સાકાર કરતા સંકલ્પ તરીકે તમામ કારોબારી સભ્યોને ટેબલેટ આપવામાં આવ્યા છે.જેમાં પક્ષની તમામ વિગતો, કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ અંગેની માહિતી પણ રહેશે.
તમામ સભ્યો ડિજીટલી પક્ષ સાથે સંપર્કમાં રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરે તમામ કારોબારી સભ્યોનું આગમન થશે, ઈ રજીસ્ટ્રેશન અને ટેબલેટ વિતરણ થશે અને સાંજે તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. 2 સપ્ટેમ્બરે કારોબારી બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ, રાજકીય ઠરાવો પસાર થશે. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન રહેશે, પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ સંબોધન કરશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પોતાની સરકારની કામગીરી અંગે વાત કરશે. તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પોતાના એક વર્ષના કાર્યકાળ અંગેની વાત કરશે.
તમામ નેતાઓ મિશન 2022ના સંકલ્પને સફળ બનાવવાના રોડમેપ પર પણ વાત કરશે. આ ઉપરાંત પક્ષના આગામી કાર્યક્રમો અંગે તમામ કારોબારી સભ્યોને માર્ગદર્શન અપાશે. તો 3 સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ કારોબારીનું સમાપન થશે. કેવડિયા કોલોનીમાં કારોબારી યોજવાનો મુખ્ય હેતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રચાર પ્રસારનો પણ છે કારણકે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળ્યા બાદ પક્ષના તમામ સભ્યો પણ આ પ્રોજેક્ટની ફરી મુલાકાત લેશે.
3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કેવડિયાને પ્રધાનમંત્રી ઇલેક્ટ્રીક વાહનોયુક્ત સીટી બનાવવા માગે છે ત્યારે આ વખતે ભાજપના પદાધિકારીઓ પોતાની ખાનગી કાર લઈને નહીં આવે પરંતુ તમામને ટ્રેન કે બસથી કેવડિયા પહોંચવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સીધા હેલીકોપ્ટરથી ત્યાં પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. આમ મિશન 2022ના લક્ષ્ય સાથે ભાજપની કારોબારી બેઠક SOUના સાનિધ્યમાં યોજાશે જ્યાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના 182 બેઠકો જીતવાના રોડમેપ અંગે મંથન થશે.
પ્રમુખ સી.આર. પાટીલ સહિત તમામ કાર્યકરો ટ્રેનથી જ કેવડિયા પહોંચશે
દેશમાં રાજકીય પાર્ટી તરીકે સૌથી પહેલા ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરનાર ભારતીય જનતા પાર્ટી, ગુજરાત એકમ હવે એક નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. ગુરુવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ટેન્ટ સિટી ખાતે મળનારી પ્રદેશ કારોબારી બેઠક સંપૂર્ણ રીતે પેપર લેસ એટલે કે હાઇટેક ટેબલેટના ઉપયોગ સાથે યોજાવાની છે. મિશન ૨૦૨૨ની રણનીતિ તૈયાર કરવા માટેની આ મહત્વની બેઠક છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કેન્દ્રીય સંરક્ષણમંમત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય શ્રમમંત્રી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં પૂર્ણ કારોબારી બેઠક મળી રહી છે.
બુધવારેઆજે કાલુપુર રેલવે સ્ટેશનથી સવારે ૭ વાગે પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મુખ્ય પદાધિકારીઓ, અમદાવાદ સહિતના અપેક્ષિત કાર્યકરો કેવડિયા માટે ટ્રેનમાં જવા નીકળ્યા હતા . ટ્રેનમાં ‘ભાજપ ગુજરાત ડિજીટલ કનેક્ટ’ પ્રોગ્રામનું વિધિવત લોન્ચિંગ થશે. ચાલુ ટ્રેનમાં જ કાર્યકરોને ટેબલેટનું વિતરણ થશે. કારોબારી સહિત હવે ભવિષ્યમાં તમામ બેઠકો આવી રીતે પેપરલેસ યોજાય એવા પ્રયાસોના ભાગરૂપે ૭૫૦ ટેબલેટનું વિતરણ થશે. તબક્કાવાર દસ હજાર કાર્યકરોને ટેબલેટ આપવાનું પાટીલનો ટાર્ગેટ છે. ગયા વર્ષે પ્રમુખ પદે કાર્યભાર સંભાળ્યા પછી નવસારીના સાંસદ એવા સી.આર. પાટીલે કાર્યકરોને ટેક્નોલોજીના ઉપયોગ, નમો એપ સહિતની સુવિધાનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો અને થોડા સમય પહેલાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ તમામ મુખ્ય કાર્યકરોને એક વિશિષ્ટ ટેબલેટ આપશે. જેમાં ભાજપના ઉદયથી લઇને દરેક પ્રકારની વિગતો, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતની યોજનાઓની વિગતો, ફોર્મ, કાર્યકરની પોતાની કામગીરીનો ચિતાર આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
કારોબારી બેઠકમાં ઓબીસી અનામત સહિતના મુદ્દાઓ પર આભાર પ્રસ્તાવ પસાર થશે
ગુરુવારે મળનારી કારોબારી બેઠક સવારે ૧૦થી સાંજના ૭ વાગ્યા સુધી યોજાશે. આ બેઠકમાં વિવિધ પ્રકારના મુદ્દે મંથન સાથે રાજકીય પ્રસ્તાવો, આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરી પસાર કરાશે. ખાસ કરીને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી અનામત અંગે કરાયેલા સુધારાથી રાજ્યોને ઓબીસી અનામત માટે સમુહ પસંદ કરવાની સત્તા આપવામાં આવી છે તે સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી, અફઘાનિસ્તાનથી ભારતીયો સહિતના લોકોના કરાયેલા સ્થળાંતર જેવા મુદ્દાઓ, કોરોનાની સ્થિતિમાં કરાયેલી કામગીરીની પ્રસંશા વગેરે વિષયોને આવરી લેવાશે. બુધવારે સાંજ સુધી કારોબારી સભ્યોના રજિસ્ટ્રેશન થશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને શુક્રવારે કારોબારી સભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણોની મુલાકાતનું આયોજન કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલના પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત પ્રત્યક્ષ કારોબારી બેઠક કેવડીયા કોલોનીમાં(Kevadiya Colony) મળવા જઈ રહી છે. રાજનીતિમાં ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરવાના હિમાયતી એવા સી.આર.પાટીલ આ કારોબારીમાં તમામ સભ્યોને ટેબલેટ આપવાનું નક્કી કર્યું છે
બેઠકમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત 400 કરતા વધુ અપેક્ષિતોની સાથે સાથે સાત કેંદ્રીય મંત્રીઓ આ કારોબારીમાં હાજર રહેતેવી શક્યતા છે.રાજ્યના સાંસદ હોવાના નાતે પાંચ કેંદ્રીય મંત્રીઓ તેમજ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભુપેંદ્ર યાદવ આ કારોબારીમાં હાજર રહેવાના છે.. પ્રદેશ ભાજપના સહ પ્રભારી એવા વી.સતીષજી પણ આ કારોબારીમાં ઉપસ્થિત રહેશે. કેવડીયા ખાતે મળનારી આ હાઈટેક કારોબારીમાં જિલ્લા, શહેર ભાજપના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રદેશ ભાજપના તમામ મોરચા અને સેલના પ્રમુખ અને કન્વીનરોને પણ આમંત્રિત કરાયા છે. રાજ્ય સરકારનું મંત્રીમંડળ પણ આ કારોબારીમાં ઉપસ્થિત રહેશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા બાદ આ બીજી કારોબારી બેઠક છે.
પહેલી સપ્ટેમ્બરેઆજે સવારે 7.30 કલાકે પ્રદેશ ભાજપનાં નેતાઓ કાલુપુર રેલવે સ્ટેશન થી કેવડિયા ટ્રેન મારફતે કેવડિયા જવા રવાના થયા હતા . ટ્રેન મા પ્રદેશ ભાજપ ના નેતાઓ ને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યુ હતું.અને નેતાઓ નમો એપ આ ટેબ્લેટ મા ડાઉનલોડ કરશે. 1 લીએ બપોર બાદ તમામ લોકો કેવડીયા કોલોની પહોંચ્યાં હતા.જેમના રોકાણ માટે ટેંટ સીટી વન, ટેંટ સીટી ટુ અને કેવડીયાની આસપાસની તમામ મોટી હોટલો બુક કરાવી દેવાઈ છે.
ત્રણ દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં પહેલા દિવસે સાંજે સાંસ્કૃતિ કાર્યક્રમ રહેશે. તો બીજો આખો દિવસ એટલે કે બીજી સપ્ટેમ્બરે કારોબારીના ત્રણ સેશન રહેશે. જેમાં અભિનંદન ઠરાવ રખાશે. રાજ્ય અને કેંદ્રની સરકારે કરેલા કાર્યોને લઈને આભાર પ્રસ્તાવ રજુ કરાશે.અનેક રાજકીય પ્રસ્તાવો પણ કારોબારીના બીજા સેશનમાં રજુ કરાશે.તેમજ 2 જી એ સાંજે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પ્રદેશ અધ્યક્ષ અને સીએમ ડે સીએમની સયુંકત પ્રેસ કોન્ફ્રરન્સ યોજાશે. ત્રીજા દિવસે કારોબારીના તમામ સભ્યો અને આમંત્રિતોને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરાવી તે વિસ્તારમાં થયેલા વિકાસના પ્રોજેક્ટની મુલાકાત કરાવાશે.
ગુજરાત ભાજપે એપ્રિલ મહિનામાં સૌથી વધું સભ્યોની કુલ 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી હતી. જેમાં પ્રદેશ કારોબારી સભ્યો 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કારોબારી બેઠકમાં અધ્યક્ષીય પ્રવચન ઉપરાંત રાજકીય પ્રસ્તાવ, અભિનંદન પ્રસ્તાવ તેમજ શોક પ્રસ્તાવ રજૂ થશે.
ખાસ રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા