તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ..





તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ..

રેલ્વેતંત્ર અને જિલ્લા પ્રશાસન ટીમ દોડતી થઈ.


બન્ને ટીમની સ્થળ મુલાકાતબાદ કામચલાઉ સુવિધા થકી મુશ્કેલી દૂર કરવા ના પ્રયત્નો શરૂ કર્યા

રેલ્વેતંત્ર દ્વારા નવું ગરનાળું બનાવવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ :

રાજપીપલા, તા21

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોજે મરસણ ગામની સીમમાં ડભોઇ-કેવડીયા રેલ્વે લાઇનની આસપાસ રેલ્વે લાઇનના ગરનાળાને લીધે ચોમાસાની ઋતુમાં ખેડૂતો-ગ્રામજનોને અવર-જવર માટેના રસ્તાની સમસ્યાઉભી થઈ હતી.

ગ્રામજનોએ ફરિયાદ કરી હતી કે ચાણોદ થી કેવડીયા રેલવે નીચે બનાવેલ નાળા માં થોડા વરસાદથી પાણી ફુલ ભરાઈ ગયા હતા.જેના લીધે લોકોને વાહન લઈ જવાની ખૂબ તકલીફ પડતી હતી. કારણ કે પાણીનો નીકાલની કોઈ જગ્યા નથી.. ફુલ વરસાદ માં શું થશે તેની ચિંતા લોકોને સતાવતી હતી.. આવા નાળા તલાવપુરા વાડીયા વાસણ અને રેગણ કોલોનીના લોકોને અસર થતી હોય વહેલી તકે પાણીના નીકાલની માંગ લોકોએ કરી હતી.ત્યાર બાદ પ્રજાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું હતું.
આ અંગે રાજપીપલાના પ્રાંત અધિકારીએ જણાવાયુંહતું કે, આ સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની સૂચના મુજબ વડોદરા રેલ્વે વિભાગના ડી.આર.એમ. તરફથી રેલ્વેના ચીફ એન્જિનીયર સહિતના અધિકારીઓ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રના રાજપીપલાના પ્રાંત અધિકારી અને તિલકવાડાના મામલતદારની ટૂકડી દ્વારા સંયુક્ત રીતે મરસણ-વડીયાકાળા ગામના આગેવાનો-ગ્રામજનો-ખેડૂતોની હાજરીમાં સ્થળ મુલાકાતલીધી હતી.
જેમાં રેલ્વે તંત્ર તરફથી તાત્કાલિક ધોરણે મરસણ ગામે નવું ગળનાળુ મંજૂર કરવામાં આવ્યું છે અને તેની ટેન્ડર પ્રક્રિયા રેલ્વે તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે. નવા ગળનાળાની સુવિધા જ્યાં સુધી ઉભી ન થાય ત્યાં સુધી સબ-મર્શીબલ પંપ દ્વારા પાણીનો નિકાલની કામચલાઉ વ્યવસ્થા સાથે રસ્તાની સુવિધા રેલ્વે તંત્ર તરફથી ઉભી કરવામાં આવી છે. રેલ્વે વિભાગના જે જગ્યાએ ગરનાળા છે ત્યાં રેલ્વે તંત્ર તરફથી સબ-મર્શીબલ પંપ દ્વારા પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઉભી કરવાની જોગવાઇનો પણ ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યોહોવાનું જણાવ્યું હતું. જોકે ચોમાસામાં આફત રૂપ પૂરવાર થયેલા ગરનાળાની સમસ્યા હલ કરવા તંત્ર મોડે મોડે પણ જાગ્યુ હતું એનાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા