ગાંધીધામ શહેરમા આવેલ ‘સ્પા સેન્ટરોનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામા આવેલ.

પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ ‘સ્પા સેન્ટરોનું સરપ્રાઇઝ ચેકીંગ કરવા સુચના કરેલ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી અંજાર વિભાગ અંજાર નાઓના માગર્દશન હેઠળ ગાંધીધામ તથા આદિપુર વિસ્તારમા આવેલા સ્પા સેન્ટરો ચેક કરવામા આવ્યા જેમા સી.સી.ટી.વી કેમેરા, સ્પા સેન્ટરમા કામ કરતા કર્મચારીઓના આઇ.ડી પ્રુફ તેમજ વેરીફીકેશન ફોર્મ તેમજ સ્પા રજીસ્ટર ચેક કરવામા આવ્યા.જે કર્મચારીઓના વેરીફીકેશન બાકીમા હોય તેવા કર્મચારીઓના દિન-૦૨ મા વેરીફીકેશન કરાવી લેવા સુચના કરવામા આવી.

કામગીરી કરનાર અધિ/કર્મચારી – આ કામગીરી વી.એલ.પરમાર પોલીસ ઈન્સપેક્ટર મહિલા પોલીસ સ્ટેશન આદિપુર તથા પી.એસ.આઇ પી.બી.મહેશ્વરી તથા મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા એ.એચ.ટી.યુ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.