નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ



નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ

કરાઠા ગામે દુકાનના તાળા તૂટ્યા,દુકાનમાથી રોકડ રકમ અને દુકાનનો સમાનની ચોરી

લાછરસ ગામે ઘરફોડ ચોરી
મા તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ

રાજપીપલા, તા,21

નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ બનવા પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં કરાઠા ગામે દુકાનમાથી રોકડ રકમ અને દુકાનનો સમાનની ચોરીથઈ છે તો લાછરસ ગામે
ઘરફોડ ચોરીમાં તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે.


પ્રથમ ફરિયાફ મા ફરીયાદી વિરલકુમાર ચંદ્રકાંતભાઈ પટેલ (રહે.કરાઠા મંદિરફળીયુ તા.નાદોદ)એ
આરોપીઓ ત્રણ અજાણ્યા ઇસમો સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.જેમાં બનાવની વિગત અનુસાર કોઇ અજાણ્યા ત્રણ ચોર ઇસમો દ્રારા ફરીયાદીની દુકાનના પાછળના
પ્રવેશ દ્વારના દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કરી ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડા રૂપિયા.૮૦૦૦/- તથા વિમલના બે પેકેટ કિ.રૂ.૨૦૦/- તથા
તમાકુ ના બે પેકેટ કિ.રૂ.200/- કુલ રૂપિયા 8400/- ની મતાની ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ આદરી છે

જયારે બીજા બનાવમા લાછરસઘરફોડ ચોરી ના બનાવમા ફરીયાદી ગિરીશભાઇ રમણભાઇ દેસાઈ( ઉ.વ-૫૫ ધંધો-ખેતી રહે.પટેલ ભાગ લાછરસ તા.નાંદોદ)આરોપી
કોઈ અજાણ્યા ચોર ઇસમોસામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદ ની વિગત અનુસાર ફરીયાદીના રહેણાંક મકાનમા કોઈ ચોર ઇસમોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ તિજોરી નુ લોક તોડી
અંદરના લોકરમાં મુકેલ સોના ચાંદીના સીકકા જેની કુલ કિં.રૂ.૪૬,૦૧૦ /- (અંકેરૂપીયા છેતાલીસ હજાર દશ પુરા)ની મત્તાની ચોરી કરી લઈ જઈ ઘરફોડચોરી કરી નાસી જતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા