ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ
જયશ્રીબેન ધામેલની
બીજીવાર જિલ્લા પ્રમુખ તરીકેવરણી
નવા હોદ્દેદારોની જાહેરાત
રાજપીપલા, તા,21
તાજેતરમાં નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની નવી કારોબારી નવા હોદ્દેદારોનીજાહેરાત કરી છે
નર્મદા જિલ્લા મહિલા મોરચા ના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે જયશ્રીબેન ધામેલ ને બીજી વાર પ્રમુખ તરીકે રીપીટ કરાયા છે. જ્યારે મહામંત્રી તરીકે દક્ષાબેન પટેલ, સ્નેહાબેન શર્મા તથા ઉપ પ્રમુખ તરીકે આશાબેન વસાવા ચંપા બેન ભીલ, શીતલબેન તડવી,આરતીબેન દેશમુખ, અને અલ્પાબેન ભાટીયાની વરણી કરવામાં આવી છે જ્યારે મંત્રી તરીકે રાજપીપળાના જ્યોતિબેન જગતાપ, કુંતા બેન વસાવા, વંદુ બેન વસાવા, જીજ્ઞાશા બેન વસાવા, નયનાબેન તડવી, લતાબેન પટેલ તથા કોષાધ્યક્ષ તરીકે પ્રતિક્ષાબેન પટેલ તથા અન્ય ૧૩ જેટલા કારોબારી સભ્યોની ની કરવામાં આવી.છે આ અંગે નવા હોદ્દેદારોનેઅભિનંદન પાઠવ્યા હતા.
જેમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાજપીપળા શહેરના અગાઉ ઉપપ્રમુખ રહી ચુકેલા મહિલા અગ્રણી જ્યોતિબેન જગતાપને ભાજપને જિલ્લામાં મહિલા મોરચાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવીછે.નવા જિલ્લા મંત્રી બનેલા જ્યોતિબેન જગતાપ શિક્ષણ સમાજસેવા અને જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમને જિલ્લા મંત્રી બનવા બદલતથા સૌને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા
તસવીર :દીપક જગતાપ રાજપીપળા