હોડી ધૂળેટી પર્વે ઇકોફ્રેન્ડલી નિર્દોષ રંગોમાં કેસુડો નો ભરપૂર ઉપયોગ કરાયો.

હોળી-ધૂળેટી પર્વે નર્મદાના જંગલમાં લાલચટક કેસુડાના ફૂલોએ શોભા વધારી.

જંગલ આખું કેસૂડાના ફૂલોથી લડદાયુ,કુદરતી મનોરમ દ્રશ્યો જોવા મળ્યા.

રાજપીપળા,તા. 28

હોળી અને ધુળેટી ભલે અનેક રંગોથી રમાતી હોય પણ નિર્દોષ અને કુદરતી ઇકોફ્રેન્ડલી રંગતો અસલ કેસુડાનો જ, નર્મદાના જંગલમાં વસંતમાં પુર બહાર માં ઠેરઠેર કેસુડા ખીલી ઊઠયા છે. આજે હોળીના દિવસે લાલચટક કેસુડા ચારેબાજુ જંગલ માં ફૂલની શોભા બનેલા નજરે પડતાં હતા. ખાખરાના વૃક્ષ પર ખાખરાના પાન ઓછાને માત્ર કેસુડો જ કેસુડા નજરે પડતા હતા. વસંતમાં હોળી- ધૂળેટી પર્વે પુર બહારમાં ખીલેલા કેસૂડાં રંગ ની શોભા બન્યા છે.આદિવાસીઓ હોળી ધુળેટીના દિવસોમાં કેસુડાના ફૂલ તોડી તેને ગરમ પાણીમાં ઉકાળી કેસુડાનો કેસરી રંગ બનાવી ધુળેટી રમે છે.ચામડીના રોગ માટે પણ અસરકારક હોવાથી ગરમ પાણીમાં ઉકાળી સ્નાન કરવાથી ચામડીના રોગ માટે જાય છે.કેસુડા પ્રેમીઓએ આજે કેસુડાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.

નર્મદાના આયુર્વેદ અધિકારી ડો. નેહા પરમાર જણાવ્યું હતું કે કુદરતી રીતે વસંતટાણે પૂર બહારમાં ખીલી ઉઠતા કેસુડાનું આયુર્વેદિક ઔષધી બનાવવામાં ખાસ ઉપયોગ થાય છે. કેસુડાના ઝાડના લાકડાનો ઉપયોગ કોલસા બનાવવામાં,ગુંદર બનાવવામાં થાય છે. તેમ જ કેસૂડાના વૃક્ષો કુમડા મૂળ માંથી નીકળતા ચોક્કસ પ્રકારના રેસા માંથી દોરડા અને દેશી ચપ્પલ બને છે.તેની અંદરની છાલ માંથી નીકળતા તાતણા માંથી કાગળ પણ બને છે.તેના પાંદડા ખાતર તરીકે વપરાય છે.તેના પાનમાંથી પતરાળા પણ સરસ બને છે.તેના ફૂલને ઉકાળીને તેમાંથી કુદરતી પીળો રંગ બને છે. કેસૂડાનાં ખાખરાના તરીકે ઓળખાય છે.તેના મૂળના અર્કમાંથી આંખ ની દવા બને છે આજે કેસુડાનો લોકોએ ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા