*સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા ગોલ્ડ પાઉડરની ચોરીનો ભેદ ઉકેલ્યો*

સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.41 કરોડના ગોલ્ડ પાઉડરની ચોરી કરીને નાસી જનારા 9 જેટલા બંગાળી કારીગરોને ઝડપી પાડ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડેઝલ જ્વેલર્સ નામની દુકાનમાં હાથફેરો કરીને બંગાળ નાસી જનારા તમામ આરોપીઓને પોલીસ ઝડપી લાવી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી. જે બાદ બાતમીના આધારે ચોરી કરનારી આ ગેંગને ઝડપી લીધી.