શેઠ સી.એન. વિદ્યાવિહાર દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયા’

‘શેઠ સી.એન. વિદ્યાવિહાર દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયા’

“સદી પહેલા સ્થપાયેલ સંસ્થાઓની આધુનિક આવૃત્તિ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦.
:ડો.અરુણ દવે.”


શેઠ સી.એન. વિદ્યાવિહાર ૧૦૯ વર્ષ કરતા વધુ વર્ષના સમયથી ગાંધીજીએ દર્શાવેલ બેઝીક શિક્ષણ ના મુલ્યોને કેન્દ્ર સ્થાને રાખી સમાજ ઉત્થાન અને રાષ્ટીય ભાવના વિકસાવવાના ધ્યેયમાં વિચલિત થયા વગર ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં સફળ રહેલ છે. તેને અનુરૂપ સંસ્થા પરિવાર દ્વારા સંસ્થાના સ્થાપકો, ધ્યેયો, કાર્ય પ્રણાલી અને વિકાસ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તતથા વિદ્યાર્થીઓની સિધ્ધીઓ દર્શાવતી પુસ્તિકા (૧) ‘શેઠ સી.એન. વિદ્યાવિહાર સંસ્થા પરિચય-૨૦૨૦’ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મહત્વની બાબતોને ધ્યાનમાં લઇ રાજ્ય તેમજ રાષ્ટ્રના વિવિધ શિક્ષણવિદો ના વ્યકતિગત વિચારો ધરાવતા આર્ટીકલો સાથેનું પુસ્તક ‘નેશનલ એજ્યુકેશન પોલીસી-૨૦૨૦’ પાથ્સ એન્ડ ડેસ્ટીનેશન’ નું વિમોચન અગ્રણી કેળવણીકાર ડો.અરુણભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે શિક્ષણ તે સાધ્ય નહી પરંતુ સાધન છે. કમનસીબે આપણે શિક્ષણને સાધ્ય માની લીધેલ છે. સાચું શિક્ષણ વિદ્યાર્થીને માનવ બનાવે છે, જીવન જીવતા શીખવાડે છે. શિક્ષણ માં કાલ્પનિક વાતો નહીં પરંતુ વાસ્તવિક વિચારો અને હકીકતો હોવા જોઈએ. એકસો વર્ષ કરતા વધુ વર્ષ પહેલા સ્થપાયેલી લોકભારતી, સણોસરા કે શેઠ સી.એન. વિદ્યાવિહાર જેવી સંસ્થાઓની આધુનિક આવૃત્તિ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦.