જામનગર શહેર સી ડિવિઝન પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરતા એસપી દીપેન ભદ્રન..

જામનગર શહેર સી ડિવિઝન પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરતા એસપી દીપેન ભદ્રન..

જામનગર* એસપી દીપેન ભદ્રન દ્વારા શહેર સી ડિવિઝન પીઆઇ અને પીએસઆઈને કરાયા સસ્પેન્ડ. પીઆઇ એમ આર ગોંડલીયા અને PSI કે સી વાઘેલાને પો. સ્ટેશન હેઠળ ચાલતી તપાસમાં ગેરરીતિ થતી હોવાના મામલે કરાયા સસ્પેન્ડ કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એસપી દ્વારા તાત્કાલિક ફરજ મોકૂફ કરતા હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઇ કે એલ ગાધેને સોંપવામાં આવ્યો છે.